કોરોનાવાયરસ ના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકો ઘરે બેઠા બેઠા કામ કરી રહ્યા છે. કોરોના સામે રક્ષણ માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ મોટા ભાગના લોકો એવા છે જેઓ ઘરે બેઠા બેઠા કમરના દુખાવાથી પીડિત થઈ રહ્યા છે. જો તમે પણ આ સમસ્યા થી પીડિત હોવ તો તરત જ અપનાવો આ ટિપ્સ.
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘરે બેઠા બેઠા કામ કરતી વખતે લોકોને કમરના દુખાવાની સમસ્યા નો સૌથી મોટો સામનો કરવો પડી રહો છે. કારણ કે લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર સતત નમીને કામ કરવાના લીધે, કરોડરજ્જુના શેપમાં બદલાવ આવાનું શરૂ થાય છે. જેના કારણે પીઠનો દુખાવો શરૂ થાય છે.
કમ્પ્યુટર પર કામ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે મોનિટર આંખોથી લગભગ એક પગ ના અંતરે હોય. તમારી આંખો મોનિટરની ટોચ પર હોય તેનું ધ્યાન રાખો જેથી મોનિટરને જોવા વધારે નમવું ન પડે. માથું નીચે નમવાથી ગળા ના પાછળ ના ભાગ પર દબાણ પડે છે, જેનાથી કરોડરજ્જુ અને પીઠમાં દુખાવો થાય છે.
કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે ટેબલ પર કામ કરતી વખતે યોગ્ય પોઝિશનમાં બેસવું મહત્વપૂર્ણ છે. ખોટી રીતે બેસવાને કારણે આ દુખાવો ખૂબ પરેશાન કરે છે. પ્રયત્ન કરો કે ખુરશી પર બેસીને કામ કરતી વખતે પગ જમીન પર સપાટ રહે અને કમરનો ભાગ સીધો રહે. ઘૂંટણની પાછળના ભાગ ને ખુરશીને સ્પર્શ કરવો જોઈએ નહીં, કારણ કે આ રુધિરવાહિનીઓ પર દબાણ લાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.