વોટ્સએપની જગ્યાએ ભારતીય સેનાએ તૈયાર કરી આ સ્વદેશી એપ, હવે દેશની માહિતી દેશમાં જ રહેશે

ભારતીય સેનાએ ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના પંથે કામ કરતા સેનાએ એક ખૂબ સારી અને સરળ તથા સુરક્ષિત મેસેજિંગ એપલીકેશન તૈયાર…

ભારતીય સેનાએ ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના પંથે કામ કરતા સેનાએ એક ખૂબ સારી અને સરળ તથા સુરક્ષિત મેસેજિંગ એપલીકેશન તૈયાર કરી છે.એનું નામ છે સાઈ. સાઈ એ સિક્યોર એપ્લીકેશન ફોર ઈન્ટરનેટ તૈયાર કરવામાં આવી છે.

સિક્યોર મેસેજિંગ કરવા માટે ભારતીય સેનાએ હવે પોતાની સ્વદેશી એપ ‘સાઈ’ બનાવડાવી છે. આ એપને સેનાના જ એક કર્નલે તૈયાર કરી છે અને તે વોટ્સએપ, ટેલીગ્રામની જેમ જ કામ કરી શકે છે. સેનાએ આ એપનું આઈપીઆર પોતાના નામે કરવવાની તૈયારી કરી લીધી છે.

અત્યાર સુધી સેનામાં સૌનિકો મોબાઈલ પર મેસેજ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હતા.ભારતીય સેનાએ ગુરુવારે એક નિવેદન જાહેર કર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના પંથે કામ કરતા એક ખૂબ જ સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપલીકેશન તૈયાર કરવામાં આવી છે.

સાઈ એટલે કે સિક્યોર એપ્લીકેશન ફોર ઈન્ટરનેટ માટે તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનમાં ઈન્ટરનેટના માધ્યમ પર સિક્યોર વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગ પણ કરી શકાય છે. સેનાના પ્રવક્તા, કર્નલ અમન આનંદે જણાવ્યા મુજબ, આ એપ્લીકેશન એ વોટ્સએપ, ટેલીગ્રામ, સંવાદ અને જીમ્સ જેવી જ છે. અને એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રીપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો ઉપયોગ પણ કરે છે.

સેનાના પ્રવક્તા અનુસાર, આ એપને દેશની સર્વોચ્ચ સાઈબર એજન્સી, સર્ટ-ઈન અને આર્મી સાઈબર ગ્રુપે જાહેર જનતાના ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે. સેનાએ તેના ઈન્ટેલેક્ચુએલ પ્રોપર્ટી રાઈડ્સ માટેની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. હાલમાં આ એપ્લીકેશન એન્ડ્રોઈડ ફોન માટે જ વાપરી શકાશે.

થોડાક સમયમાં જ આઈફોન માટે પણ ઉપલબ્ધ થઈ જશે. બુધવારે ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી કમાન્ડર્સ ક્રોન્ફ્રેન્સમાં આ એપ્લીકેશનને તૈયાર કરનાર કર્નલને શુભકાનાઓ પાઠવી હતી. અને સેનાનું મનોબળ પણ વધાર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *