જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કુપવાડા(Kupwada) જિલ્લામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ચકતારસ કંદી વિસ્તારમાં મંગળવારે એટલે કે આજ રોજ સવારે શરૂ થયેલા એન્કાઉન્ટર(Encounter)માં લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાની છે, જેની ઓળખ તુફૈલ તરીકે થઈ છે. બીજી તરફ, બીજો આતંકવાદી સ્થાનિક છે અને તેની ઓળખ થઈ શકી નથી. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે સમાચાર એજન્સી ANIને આ માહિતી આપી.
Jammu and Kashmir | An encounter has started at the Chaktaras Kandi area of Kupwara. Police and Army on job. Further details shall follow: Police
— ANI (@ANI) June 6, 2022
આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, ચકતારસ કંદી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા.
પાકિસ્તાનના લાહોરમાં રહેતો આતંકવાદી માર્યો ગયો:
છેલ્લા 12 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે આતંકવાદીઓની આ બીજી અથડામણ છે. આ પહેલા સોમવારે સાંજે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના અન્ય એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે અંધારાનો લાભ ઉઠાવીને 2 પાકિસ્તાની અને 1 સ્થાનિક આતંકવાદી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK-47 રાઈફલ, 5 મેગેઝીન અને અન્ય હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મળી આવેલા દસ્તાવેજો અનુસાર તેની ઓળખ પાકિસ્તાનના લાહોરના રહેવાસી હંઝાલા તરીકે થઈ છે. સુરક્ષા દળો ભાગી છૂટેલા અન્ય 3 આતંકવાદીઓને શોધી રહ્યા છે. વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું હતું કે આતંકવાદ ફેલાવનારનો કોઈ ધર્મ હોતો નથી. હિંદુ હોય કે મુસ્લિમ, ભારત વિરુદ્ધ કામ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. મોટી સંખ્યામાં આતંકવાદીઓને ખતમ કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.