અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર અહીં સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટીંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર છે.
ગુવાહાટી ડિફેન્સ પીઆરઓ અનુસાર, આર્મીનું હેલિકોપ્ટર ટુટિંગથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. જ્યાં આ અકસ્માત થયો છે, તે રોડથી જોડાયેલ નથી. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું હેલિકોપ્ટર રુદ્ર (Rudra) ક્રેશ થયું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. રુદ્ર સેનાનું એટેક હેલિકોપ્ટર છે. તે ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવ્યું છે. તે હળવા વજનના ધ્રુવ હેલિકોપ્ટરનું વેપન સિસ્ટમ ઈન્ટીગ્રેટેડ (WSI) Mk-IV વર્ઝન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.