Rajkot Gamezone Fire: શનિવારે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની(Rajkot Gamezone Fire) દુર્ઘટનામાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે. 28 વ્યક્તિના DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે. હજુ પણ લોકોની શોધખોળ ચાલુ છે.
રાજકોટ આગકાંડમાં 1 મૃતદેહના DNA સેમ્પલ મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના DNA સેમ્પલ મેચ થયા છે. જે બાદ વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં તમામ લોકોની આંખો ભીની હતી, જ્યારે પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું
નાના પુત્રના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિંકાંડમાં મામલે બે વ્યક્તિના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. વાત જાણ એમ છે કે, રાજકોટના TRP ગેમઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિધપુરાનું આ દુર્ઘટનામાં મોત થયું હતું.
વહેલી સવારે નીકળી અંતિમ યાત્રા
આ સાથે ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનું પણ મોત થયું હતું. જેને લઈ હવે DNA મેચ થયા બાદ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. આ તરફ બંને મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. TRP ગેમઝોન અગ્નિંકાંડમાં મોતને ભેટેલા સુનિલભાઈ 15 દિવસ પહેલા ગેમઝોનમાં નોકરીએ લાગ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ આગમાંથી અન્ય લોકોને બચાવવા સુનિલભાઈ અંદર રહ્યા અને તેમનુ મૃત્યુ થયુ હતું. જે બાદમાં આજે તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવતા સુનિલભાઈના પરિવારમાં શોક લાગણી ફેલાઇ છે.
ઉલ્લેખનીય છે કે સત્યપાલ સિંહ જાડેજાની અંતિમયાત્રા વહેલી સવારે જ નીકળી હતી. આખું ગામ તેની અંતિમ યાત્રામાં જોડાયું હતું. ચારેકોર માતમ પ્રસરી ગયું હતું. લોકોની આંખો ભીની જ દેખાતી હતી. જ્યારે સુનીલભાઈની વાત કરીએ તો ગેમ ઝોનમાં જ્યારે આગની ઘટના બની હતી ત્યારે તેઓ ઘટનાસ્થળે હાજર જ હતા. તેમણે ઘણાં લોકોને બચાવવા પ્રયાસ કર્યા અને છેવટે પોતાનો જીવ ગુમાવી દીધો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App