અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ પ્રથમ વખત આપ્યું ચોંકાવનારૂ નિવેદન-કહી દીધું એવું કે…

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના 51 નજીકના લોકો સાથે દેશ છોડીને ભાગી ગયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગની સાથે તેની નજીકના લોકો પણ હતા, જે કાબુલ પર તાલિબાનના કબજા પહેલા ભાગી ગયા હતા. બધા રશિયન વિમાન દ્વારા સંયુક્ત અરબ અમીરાત (UAE) ભાગી ગયા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ગની દેશ છોડનારા પ્રથમ લોકોમાં સામેલ છે. આરોપો છે કે તેણે પોતાની સાથે નોટોથી ભરેલી બેગ લીધી છે. જોકે, તેણે તેનો ઇનકાર કર્યો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ દેશ છોડીને ભાગી ગયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે, પોતાના દેશમાં પાછા ફરવા માટે તેમની વાટાઘાટો ચાલુ છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ બુધવારે કહ્યું હતું કે તેઓ તાલિબાન અને ટોચના ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ વચ્ચેની વાતચીતનું સમર્થન કરે છે, અને સંયુક્ત અરબ અમીરાતમાં આશ્રય લીધા બાદ તેઓ “ઘરે પાછા ફરવા માટે વાતચીત” કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તેમના પર લાગેલા આરોપ પર કહ્યુ છે કે, આ આરોપ એકદમ પાયાવિહોણા છે. હું દેશમાંથી રૂપિયા લઈને આવ્યો જ નથી. મારી પાસે મારા ચપ્પલ બદલવાનો પણ સમય નહોતો. અશરફ ગનીને રવિવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પહેરેલા સેન્ડલ સાથે ભાગવુ પડ્યુ હતું.

અશરફ ગનીએ એક વિડીઓ સંદેશમાં કહ્યું છે કે “હું અબ્દુલ્લા અને પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ સાથે વાતચીત કરવા માટે સરકારની પહેલને ટેકો આપું છું. હું આ પ્રક્રિયાની સફળતાની ઇચ્છા રાખું છું,” રવિવારે અફઘાનિસ્તાન છોડ્યા બાદ હાલમાં કુટુંબ સાથે સંયુક્ત અરબ અમીરાતમાં છે.

આતંકવાદીઓ રાજધાની કાબુલ નજીક પહોંચતા જ ગની દેશ છોડીને ભાગી ગયા. ત્યારબાદ બે દાયકા પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન પાછું આવ્યું. બુધવારે સંયુક્ત અરબ અમીરાતએ કહ્યું કે તે ગની અને તેના પરિવારને “માનવતાના આધારે” હોસ્ટ કરી રહ્યો છે. દેશ છોડ્યા બાદ તેના ઠેકાણાની આ પ્રથમ પુષ્ટિ છે.

તાલિબાનોએ વિરોધીઓનો બદલો નહીં લેવાનો અને મહિલા અધિકારોનો આદર કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ તાલિબાનના ક્રૂર માનવાધિકાર રેકોર્ડ અને હજારો અફઘાનીઓ હજુ પણ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની વૈશ્વિક સ્તરે મોટી ચિંતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *