ભાજપના દિગ્ગજ ધારાસભ્યે એ આપ્યું નારાજ થઈને રાજીનામુ, જાણો વિગતો…

વાર તહેવારે કોંગ્રેસના ધારાસભ્યો, કોર્પોરેટરો રાજીનામુ આપતા જોયા હશે પણ ભાજપને આસામમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના નિર્ણય અને કાર્યપ્રણાલીથી નાખુશ ધારાસભ્ય તેરાશ ગોવાલાએ મંગલવારે રાજીનામું આપી દીધું છે. તેરાશ ગોવાલા વિધાનસભામાં દુલિયાજાન સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમણે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજીનામુ આપવાનું કારણ ભાજપના ધારાસભ્ય બોલીન ચેટીયાને આસામ ગેસ કંપનીના અધ્યક્ષ નિમાયા જેથી નારાજ તેરાશ  ગોવાલા એ રાજીનામુ આપ્યું છે. આ રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને બદલે રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે. તેમની નારાજગી એટલા માટે છે કે આસામ ગેસ કંપની પોતાના મતવિસ્તારમાં આવે છે અને અન્ય મતવિસ્તારના ધારાસભ્યને તેના અધ્યક્ષ બનાવાયા છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે સાદિયા સીટ પરથી ભાજપના ધારાસભ્ય બોલિન ચેતિયાને રાજ્ય સરકારની આસામ ગેસ કંપની લિમિટેડ (AGCL)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરતા તેરાશ ગોવાલા નાખુશ હતા. તેરાશ ગોવાલાએ એવા સમયમાં રાજીનામું આપ્યું છે જ્યારે એક દિવસ પહેલાં સોનોવાલના નેતૃત્વ વાળી સરકારે ભાજપ અને સાથી દળોના 40 ધારાસભ્યો અને નેતાઓને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં નિયુક્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *