પશ્ચિમ બંગાળ(West Bengal)માં વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લગભગ 6 મહિના પસાર થવાનાં છે, પરંતુ રાજકીય હિંસાની રમત હજુ પણ ચાલી રહી છે. હવે ઉત્તર દિનાજપુર જિલ્લામાં ભાજપ(BJP)ના કાર્યકર મિથુન ઘોષ(Mithun Ghosh) પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી ઘોષના હત્યારાઓની ઓળખ થઈ શકી નથી, પરંતુ ભાજપે તેનો સીધો આરોપ તૃણમૂલ કોંગ્રેસ(TMC) પર લગાવ્યો છે. ઘોષને તેના ગામ રાજગ્રામમાં તેના ઘરની બહાર અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી.
ભાજપનું કહેવું છે કે ટીએમસીના અસામાજિક તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. બીજી બાજુ, મમતા બેનર્જીની પાર્ટીએ આ આરોપોને નકાર્યા છે. રાજ્યના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પણ આ ઘટનાને લઈને ટીએમસી પર પ્રહાર કર્યા છે. શુભેન્દુએ ટ્વિટ કર્યું, ‘ભાજપ યુવા મોરચાના નેતા મિથુન ઘોષની ઇટાહરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ TMC નું કામ છે.
આ ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે મિથુન ઘોષ રાજગ્રામ ગામમાં તેના ઘરની બહાર ઉભા હતા. બે મોટરસાઇકલ પર આવેલા બદમાશોએ તેમને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. પેટમાં ગોળી વાગવાથી તેનું મોત થયું હતું. હુમલા બાદ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાએ ફરી એક વખત રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો છે. ભાજપના ઉત્તર દિનાજપુર જિલ્લા પ્રમુખ બાસુદેબ સરકારે કહ્યું કે, “મિથુન ઘોષ જિલ્લા પક્ષની યુવા પાંખના સચિવ હતા. તેમનું ઘર ઇટાહાર વિધાનસભાના રાજગ્રામ ગામમાં હતું. ભૂતકાળમાં પણ તેને ઘણી વખત ફોન પર ધમકીઓ મળી હતી. અમે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
સરકારે કહ્યું કે અમને રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે મિથુન ઘોષની હત્યાના સમાચાર મળ્યા. કોઈએ તેને બોલાવ્યો અને જ્યારે તે ઘરની બહાર આવ્યા ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. અમને ખાતરી છે કે ટીએમસીના ગુંડાઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. અમને કાયદામાં વિશ્વાસ છે. અમે આ મામલે FIR દાખલ કરાવીશું અને પોલીસની કાર્યવાહીની રાહ જોઈશું. અમે આ મામલે નિષ્પક્ષ સુનાવણી ઈચ્છીએ છીએ. બીજી બાજુ ઇટાહારના TMC ધારાસભ્ય મુશર્રફ હુસેને કહ્યું કે અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.