સુરતમાં દક્ષિણ ગુજરાત વિજ લિમિટેડના કર્મચારી પાંચ હજારની લાંચ લેતારંગે હાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા

સુરત(ગુજરાત): હાલમાં સુરતના તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલી DGVCL(દક્ષિણ ગુજરાત વિજ લિમિટેડ)ના વર્ગ-3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. મોહનભાઈ સંભાજી ગુલાલે નિઝરમાં આવેલી ઈલેક્ટ્રીક મટીરીયલ્સ ઈસ્યુ કરવાનો સ્ટોર રૂમમાં આસિસ્ટન્ટ લાઈન મેન તરીકે ફરજ બજાવે છે.

જેમણે ફરિયાદી પાસેથી મટીરીયલ્સ ઈસ્યુ કરવાના પેપર વર્ક માટે રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી. જે ફરિયાદી આપવા ન માગતા હોવાથી ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ACB દ્વારા છટકું ગોઠવીને આરોપીને નિઝરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, નિઝર જુના બસ સ્ટેન્ડ, બજારમાં જાહેર રોડ ઉપર આરોપી મોહનભાઇ શંભાજી ગુલાલે, આસીસ્ટન્ટ લાઇનમેન, વર્ગ-૩, નિઝર ડીજીવીસીએલ, તા.નિઝર જી.તાપીએ લાંચની રકમ સ્વિકારી હતી. જેથી ACBના છટકામાં મોહન ગુલાલે આબાદ ઝડપાયો હતો. તેમણે પાંચ હજારની લાંચ માગી હતી અને પાંચ હજાર આપ્યા બાદ ACB દ્વારા પાંચ હજાર રૂપિયા રિક્વર પણ કરવામાં આવ્યા હતાં. હાલ આરોપીની અટક કરીને ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરીયાદીને DGVCL કંપનીમાં ટ્રાન્સફોર્મર રીપ્લેસમેન્ટ કોન્ટ્રાકટ મળેલ છે. આ કામના આરોપી નિઝર તાલુકાના ડીજીવીસીએલમાં ઇલેકટ્રીક મટીરીયલ્સ ઇસ્યુ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા હોવાથી તેમજ મટીરીયલ ઇશ્યુ કરવા માટેનો ઓનલાઇન એમ.આર. અને સી.આર. નંબર વ્યારા ડીજીવીસીએલમાંથી ઇશ્યુ થાય છે.

જે માટે જરુરી પેપરવર્ક આરોપીએ કરવાનું હોય છે. આ કામના આરોપીએ ફરીયાદીના કામને લગત પેપરવર્ક કરવાના અવેજ પેટે રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. ACB છટકું ગોઠવીને આરોપીને રંગેહાથ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *