સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન, સુરતના અમરોલી આવાસમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. હત્યા બાદ હત્યારો પતિ પોતે જ પોલીસ મથકે હાજર થઈ પોતે પોતાની પત્નીની હત્યા કર્યાની વાત કેહતા પોલીસ પણ ચોંકી ઉઠી અમરોલી પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અમરોલી આવાસમાં રહેતા 45 વર્ષીય ગુલાબ ખાન પઠાણ જે લુમ્સના કારખાનાંમાં નોકરી કરતો હતો. તેને તેની પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોઈ શકે તેવી શંકા હતી. તેની તેના પતિ સાથે આ વાતને લઈ અવાર-નવાર ઘરમાં ઝગડા પણ થતા હતા. આ જ શંકાની વાત હત્યા સુધી પોહચી હતી. હત્યારા પતિએ ગઈકાલે વહેલી સવારે ઉઠીને જ્યારે લાઉડસ્પીકરમાં અજાન થઈ ત્યારે હત્યા કરવાનું નક્કી કર્યું.
જેથી હત્યાના સમયે તેની પત્નિની ચીખ કોઈને સંભળાય નહીં. આ ઉપરાંત હત્યારા પતિએ ઘરમાં રહેતા બે બાળકોના રૂમને પણ બહારથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ પોતાની પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને પોતે અમરોલી પોલીસ મથકમાં હાજર થઈ પોતાની જ પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
પોલીસ હત્યાની વાતથી ચોંકી ઉઠી અને ઘટના સ્થળે પોહચી તપાસ કરતા ત્યાં ઘરમાં તેની પત્ની મૃત હાલતમાં મળી આવી હતી. જયા પોલીસ દ્વારા હત્યારા પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ માતાની હત્યા પોતાના પિતાએ કરતા 3 બાળકોએ પણ માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતાને માતાની જ હત્યા બદલ જેલમાં જવાથી ત્રણેય બાળકો નોંધારા બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.