ભાજપ આપથી ડરી ગયું? હાલમાં કોઈ AAPના પ્રવક્તા ડિબેટમાં દેખાશે નહિ- જાણો શા માટે ગોપાલ ઈટાલીયાએ આવું કહ્યું?

ગુજરાત(Gujarat): આવનારી રાજ્યની વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે આપ(AAP), તમામ રાજકીય પાર્ટીઓએ પોતાનો પ્રચાર શરુ કરી દીધો છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓ કરતા વધારે સક્રિય દેખાઈ રહી છે, જેનું મુખ્ય કારણ છે, લોકો તરફથી મળતું પ્રચંડ સમર્થન.

AAPની પરિવર્તન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક મારા મિત્રો અને આમ આદમી પાર્ટીના શુભચિંતકો પુછી રહ્યા છે કે, ટીવી ડિબેટમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કેમ નથી આવતા?

ત્યારે તેનો જવાબ આપતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, દોસ્તો, પંદરેક દિવસ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ટીવીવાળાને અત્યંત કડક શબ્દોમાં ધમકી આપી છે કે, આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડિબેટમાં બોલાવવા નહિ. આમ આદમી પાર્ટીના કોઈ ન્યુઝ ટીવીમાં ન બતાવવા માટે પણ ભાજપવાળાએ આકરા શબ્દોમાં કડક ચીમકી આપવામાં આવી છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, ટીવી ડિબેટમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા બેસાડવા ઉપર સી.આર.પાટીલે ધમકી મારીને હાલમાં પ્રતિબંધ મુકાવ્યો છે. હમણાં આમ આદમી પાર્ટીના કોઈ પ્રવક્તા ડિબેટમાં દેખાશે નહિ. આમ આદમી પાર્ટીના તમામ શુભચિંતકોને વિનંતી કે, ભાજપની ધમકીના કારણે ટીવીમાં AAPને લગતા કોઈ સમાચાર ભલે ન આવે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી આપણી વાત લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશો. અન્યાય, અત્યાચાર, દાદાગીરી અને તાનાશાહી સામેની આમ આદમી પાર્ટીની લડાઈમાં સહયોગ આપો.

જાણો આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચાર દરમિયાન શું કહી રહ્યા છે?
આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે અને ઘેર-ઘેર જઈને લોકો સુધી દિલ્હી મોડેલની વાતો પહોંચાડી રહ્યા છે. સાથે જ દિલ્હી અને પંજાબમાં થઇ રહેલા કામો વિશે પણ લોકોને જણાવી રહ્યા છે. મુખ્યત્વે આમ આદમી પાર્ટીના નેતા લોકોને વિજળી, સ્વાસ્થ્ય, પાણી અને શિક્ષણના મુદ્દા વિશે પ્રચાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, જો આમ આદમી પાર્ટી આવશે તો દિલ્હીમાં મળતી તમામ સુવિધાઓ ગુજરાતના લોકોને પણ પૂરી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *