Attack on Devayat Khavad Car: કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) પર થયેલા કાર હુમલાનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનાને લઇને દેવાયત ખવડ અને ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.આ વાયરલ ક્લિપમાં દેવાયત ખવડ આયોજકોને ચેલેન્જ આપતા જોઈ શકાય છે.
‘બાધવા તૈયાર રહેજો…’
વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ ગુસ્સામાં કહી રહ્યા છે કે મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો. મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો. વધુમાં તેઓ કહે છે કે, તમે કાયદેસર મારી આબરુમાં હાથ નાખ્યો છે. મેં સંબંધમાં ડાયરાની હા પાડી હતી.હું બોલ બચ્ચન નથી. દેવાયત ખવડ ઓડિયો ક્લિપમાં એવો પણ આક્ષેપ કરે છે કે 111 નંબરની સ્કોર્પિયો લઈને ધ્રુવરાજ સિંહ આવ્યો અને મારી ગાડીનો કાચ તોડી નાખ્યો. પોતાની ઓળખ આપતા દેવાયત ખવડ કહે છે કે, હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું અને ભારપૂર્વક જણાવે છે કે, તેઓ ખાલી એક કલાક મોડા પડ્યા હતા.
દેવાયત ખવડે ફેંક્યો પડકાર
તો વળી સામે પક્ષે ડાયરાના આયોજક ભગવત સિંહ ચૌહાણ પણ ઓડિયો ક્લિપમાં પોતાની વાત રજૂ કરતા સંભળાય છે. તેઓ દેવાયતને પૂછે છે કે, અમે તમને કેટલા કોલ કર્યા, જેના જવાબમાં દેવાયત કહે છે કે, મેઘરાજ સિંહનો કોલ આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે, હું અસલાલી પહોંચ્યો છું, અંતે ભગવત સિંહ દેવાયતને સીધો સવાલ કરે છે, હવે તમારે શું કરવાનું છે એ જણાવો. જેના જવાબમાં પ્રતિભાવમાં દેવાયત ખવડ ફરીથી પડકાર ફેંકતા કહે છે કે મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો.
‘પોલીસ ફરિયાદ નથી લેતી…’
તો બીજી તરફ દેવાયત ખવડે પોલીસ પર અનેક આક્ષેપો કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, હું ગુજરાતનો સેલિબ્રિટી છું, તેમ છતાં પણ પોલીસ મારી એફ આઈ આર દાખલ નથી કરતી. પોલીસ કોના દબાણમાં આવી ને આ બધું કરે છે તે સમજાતું નથી. ત્યારે આ વિડીયો વાયરલ થતા લોકોએ અનેક કમેંટ્સ કરી હતી. જેમાં એક યુઝરે લખ્યું હતું કે,અરે યાર દેવાતભાઈ સેલિબ્રિટી છે હવે ફરિયાદ પોલીસ લ્યે તો ભલે બાકી રાણો રાણાની રીતે…. તો બીજા યુઝરે લખ્યું હતું કે,એક્ચ્યુલી જો તમારે ઓળખાણ આપવી પડે ને તો તમારે ડાયરા મૂકી દેવાય, ત્રીજા યુઝરે લખ્યું કે, ભેળાં બેસવા વાળા જ ખદળા નીકળ્યાં યાર આ ઘા સહન નથી થતાં અન્ય યુઝરે લખ્યું કે, એક્ચ્યુલી તમારી મર્દાનગીમાં કંઈક ખોટ રહી ગઈ હશે યાર… એક્ચ્યુલી મોદી સાહેબને એફઆઇઆર આપી બાકાજીક બોલાવી દો યાર વગેરે જેવી અનેક કમેંટ્સ કરી હતી.
સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થવાથી દેવાયત ખવડ કાર હુમલા કેસ વધુ ચર્ચામાં આવ્યો છે અને લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App