Ahemdabad Ticket Machine: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશન્સ પર એટીવીએમ (ATVM) મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. જેમાં યાત્રા ટિકિટ (Ahemdabad Ticket Machine) પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ (નવીકરણ) સામેલ છે.
એટીવીએમ: ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન
એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે, જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.
ચુકવણી પદ્ધતિઓ: યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમ કે :
યૂપીઆઈ (UPI)
ક્યૂઆર કોડ સ્કેન કરવું
સ્માર્ટ કાર્ડ
સ્માર્ટ કાર્ડ શું છે?:
યાત્રી સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.
સમાર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.
સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.
સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.
આ સુવિધા મારફતે યાત્રી સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે, અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App