રાજસ્થાનના જયપુરમાં બનેલા આ અકસ્માતથી વિકાસ અને વ્યવસ્થાની પોલ ખુલી છે. શનિવારે સવારે સચિવાલયથી એક કિલોમીટર દૂર ચૌમુ સર્કલ પાસે એક માર્ગ અચાનક ધરાશાયી થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
25 ફૂટ ઊંડા અને 30 ફૂટ પહોળા રસ્તા પર એક ઓટો મહિલા યાત્રી સહીત પડી ગઈ. આ અકસ્માત એટલી ઝડપે બન્યો હતો કે, ઓટો ચાલકને ઓટો સંભાળવાની તક મળી ન હતી તેમજ ઓટો ચાલક અને મહિલા ઘાયલ થયા હતા.
અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. એક સિક્યુરિટી ગાર્ડ અને કેટલાક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલા તેમજ ડ્રાઈવરને ઓટો શરૂ કરવા માટે વપરાયેલા દોરડા બાંધીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ જેસીબીથી ઓટો બહાર કાઢ્યું હતું. ચૌમુ સર્કલનો રસ્તો સૌથી વ્યસ્ત રસ્તાઓમાંથી એક છે. જો દિવસ દરમિયાન આવો અકસ્માત સર્જાયો હોત તો ઘણું નુકસાન થયુ હોત.
લોકો આ ઘટનાથી ખૂબ જ ગુસ્સે છે. લોકો કહે છે કે, અધિકારીઓ ઉપરથી સ્ક્રૂવર્ક કરાવીને ઓપચારિકતાઓ પૂર્ણ કરે છે. ફરીવાર આવો અકસ્માતો ન થાય તે માટે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
World class city #Jaipur with spent of 5000 crores on master drainage. @8PMnoCM pic.twitter.com/Rr9W7YcIRd
— RAVINDRA SINGH (@RavinIND) January 23, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle