વિડીયો: દીપડાથી ત્રસ્ત ખેડૂતોના સમર્થનમાં આ ખેડૂત નેતા આવ્યા બંદૂક લઈને, જુઓ શું કહ્યું ?

વિસાવદરમાં ધરી અને બગસરામાં ખેડૂતોને નરભક્ષી દીપડાએ તેનો શિકાર બનાવ્યા છે. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનામાં 17 જેટલા ખેડૂતોને આ…

વિસાવદરમાં ધરી અને બગસરામાં ખેડૂતોને નરભક્ષી દીપડાએ તેનો શિકાર બનાવ્યા છે. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનામાં 17 જેટલા ખેડૂતોને આ નરભક્ષી દીપડાએ મારી નાખ્યા છે.

દિવસે ને દિવસે વિસાવદરમાં બગસરા-ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. જ્યારે આજે વહેલી સવારે બગસરામા એક ખેડૂતને દીપડાએ ફાડી ખાડો છે, ત્યારે વિસાવદરના ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદ રિબડીયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે.

અને વનવિભાગને ૧૫ દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તાર માંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે. નહિતર હું ખુદ દીપડાને ભડાકે દઈશ કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દઈશ તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રીબડીયા મેદાને આવ્યા છે. ત્યારે તમામ ખેડૂતોએ સાથ સહકાર આપ્યો હતો.

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તારીખ 4.12.1019 ના રોજ રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલ વજુભાઈ ધનજીભાઈ બોરડ ઉંમર વર્ષ ૪૪ પાણી વાળતા હતા ત્યારે દીપડાએ આવી હુમલો કરેલ અને તેને વાડ માં ખેંચી લઈ ગઈ હતો અને ખેડૂતને ફાડી ખાધા હતા તે ખેડૂત પરિવારને ન્યાય અપાવવા વિસાવદરના ખેડૂત પુત્ર ધારાસભ્ય
હર્ષદ રીબડીયા તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચ્યા અને વનવિભાગ ના અધિકારીને ખખડાવ્યા હતા ત્યાં ધારાસભ્ય જેવિ કાકડીયા પણ પહોંચ્યા હતા.

આ ખેડુતોની જુદિ જુદી ચાર માંગણી હતી.

(1) ૪ લાખ ના બદલે ૨૫ લાખની સહાય આપવી

(2) ખેડુતોને પીયત માટે દિવસે વિજળી આપવી

(3) રેવન્યુ માં રખડતા તમામ દીપડાને પકડી પાર્ક માં પુરીદેવામાં આવે

(4) વન અધિકારી સામે હત્યાનો ગુનો નોંધો.

ઉપરોક્ત મુદ્દા નું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ખેડૂત ની ડેડબોડી સંભાળવામાં નહિ આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *