અયોધ્યામાં 5 ઓગસ્ટનાં રોજ રામમંદિર નિર્માણના શિલાન્યાસની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. પણ હવે મંદિર નિર્માણના શુભ સમય વિશે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પ્રશ્નો ઉભા કર્યા છે. શંકરાચાર્યએ મંદિરમાં ભૂમિ પૂજનનાં સમયને ખુબ જ અશુભ ગણાવ્યો છે.
તેમણે જણાવતાં કહ્યું છે કે, અમે રામના ભક્તો છીએ. મંદિર કોઈપણ બનાવે- અમને આનંદ જ થશે, પણ મંદિરનાં નિર્માણ માટેની શુભ તિથિ અને શુભ મુહૂર્ત હોવું ખુબ જરૂરી છે. સ્વરૂપાનંદે જણાવતાં કહ્યું છે કે, જો રામ મંદિર લોકોનાં પૈસાથી જ બનવાનું છે, તો તેમની સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે.
અયોધ્યામાં મંદિરના શિલાન્યાસ અંગે સંતોની વચ્ચે નાની-મોટી પણ તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અયોધ્યાના સંત સમાજના સ્વરૂપાનંદજીને પડકાર આપતાં એવું પણ કહ્યું છે કે, શાસ્ત્રાર્થ જ્ઞાન એ 5 ઓગસ્ટે આવીને સિદ્ધ કરજો. શંકરાચાર્યએ જણાવતાં કહ્યું છે કે, મંદિરનાં નિર્માણને માટે સદીઓથી આંદોલન ચાલતું આવી રહ્યું છે. તેઓ પોતે પણ ઘણીવાર જેલમાં પણ ગયા છે. જે રીતે હવે શિલાન્યાસ માટેનાં શુભ સમયની પસંદગી કરવામાં આવી છે, તે મારી સમજણની બહાર છે.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવતાં કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ કંબોડિયાના અંકોરવાટ મંદિરની જેમ જ થવું જોઈએ. તેમણે જણાવતાં કહ્યું છે કે, પહેલાં તો ત્યાં ચાલુક્ય નરેશોનું જ રાજ હતું. 11મી સદીમાં તો આ નરેશોએ ત્યાં ભવ્ય મંદિરનું પણ નિર્માણ કર્યું છે.
મંદિર એક જ વાર બનવાનું છે, જેથી તેની વિશાળતા અને ભવ્યતાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. રાજીવ ગાંધી અને અશોક સિંધલના સંબંધોએ અયોધ્યામાં રામ મંદિરની જમીનનો રસ્તો તૈયાર કર્યો હતો. રામ મંદિરના નિર્માણની જવાબદારી યોગ્ય વ્યક્તિના હાથમાં જ આપવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.