બાબા બાગેશ્વરનો દાવો: રક્ષા મંત્રી મારી સાથે વાત કરે, હું મારી શક્તિઓથી ઘટના બનતા પહેલા જ જણાવી દઈશ

Baba Bageshwar to Defense Minister: 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને કારણે સમગ્ર દેશ ગુસ્સાથી ભરાયેલો છે. સાથે જ દેશને ભરોસો છે કે ભારત પાકિસ્તાન સામે તેનો બદલો જરૂર લેશે. દરેક વ્યક્તિ પોતાની રીતે પાકિસ્તાનને (Baba Bageshwar to Defense Minister) પાઠ ભણાવવા માટેના પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. ઘણી વખત તો ભાવનામાં આવીને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે

આ દરમિયાન બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે, બાબા તો દાવો કરી રહ્યા છે કે તે પોતાની શક્તિઓ દ્વારા ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલેથી જણાવી દેશે. સોશિયલ મીડિયા પર લોકો તેને એવું કહીને શેર કરી રહ્યા છે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.

વાયરલ વીડિયોમાં બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીય દેશના રક્ષા મંત્રીને સલાહ આપતા કહ્યું કે હું તો ભારતના રક્ષા મંત્રીને પણ કહીશ કે મારી શક્તિઓનો સદુપયોગ કરે. હું કાયદાકીય રીતે તો અધિકારી નથી બની શકતો, પરંતુ મારી પાસે જે ચેતના છે, હનુમાનજીની જે કૃપા છે, તેનો હું ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરીશ.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Godi Media (@godimuktbharat)

મને જ કોઈ ઉડાવી દેશે
તેમણે આગળ જણાવતા કહ્યું કે આવનારા સમયમાં કઈ જગ્યાએ કઈ ઘટના સંભવિત થઈ શકે છે, તેના પર હું મારી શક્તિનો ઉપયોગ કરીશ, પરંતુ આ સમગ્ર વાત ગુપ્ત રીતે થાય. હું ભારત માટે હવે કામ કરવાનું શરૂ કરી રહ્યો છું. રાષ્ટ્રહિત માટે જેનાથી દેશનું ભલું થાય. ફક્ત મનની વાત કરી દેવાથી દેશનું ભલું નહીં થાય. તેમણે એવું પણ કહ્યું હતું કે જો હું આ બધી ઘટના વિશે ખુલ્લેઆમ વાત કરીશ તો મને જ કોઈ ઉડાવી દેશે.

લોકો શું કહી રહ્યા છે?
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે સ્પષ્ટ નથી કે આ ક્લિપ ક્યારની અને કઈ જગ્યાની છે. મોટાભાગના લોકો આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને આવા ગંભીર મુદ્દે ચૂપ રહેવાની સલાહ આપી રહ્યા છે. તેમજ કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે જો તેમની પાસે આવી શકતી હતી તો તેમણે આના કરતાં પહેલાં તેનો ઉપયોગ કેમ ન કર્યો? કેમ કોઈ ભવિષ્યવાણી ન કરી.