કોરોના વચ્ચે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. અમેરિકામાં અલકાયદાએ કરેલ 9/11નો ભયંકર હુમલો હોય કે પછી તબાહી મચાવનાર સુનામી અંગે સચોટ આગાહી કરનાર ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ કોરોનાને લઇ કરેલ ભવિષ્યવાણીએ સૌને ભયભીત કરી દીધા છે.
બાબા વેન્ગા, જેમણે 85 વર્ષની ઉંમરે એટલે કે, વર્ષ 1996 માં આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ, તેમણે કરેલી આગાહી વર્ષ 2021ને લઇ સમગ્ર વિશ્વ પર પ્રલય તાંડવ કરશે, મજબૂત ચાઇના સમગ્ર દુનિયા પર કબજો લેશે. જો કે, બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસ કહેવામાં આવતા બાબા વેન્ગા દ્વારા આગાહી કરવામાં અઆવી છે.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2021 માં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતી અસાધ્ય બીમારી કેન્સરગ્રસ્ત રોગનો ઉપચાર મળશે. વર્ષ 2020માં, બલ્ગેરિયાના બાબા વેન્ગાની ભવિષ્યવાણીએ સમગ્ર વિશ્વને કોરોના વાયરસથી સંઘર્ષ કરશે. કોરોના રસીના આગમન બાદ, સમગ્ર વિશ્વ શાંતિની આશામાં હતું પણ આ ભવિષ્યવાણીએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.
બાબા વેન્ગાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021 માં 3 ‘રાક્ષસો’ એક બનશે તથા એક ‘મજબૂત ડ્રેગન’ દુનિયા પર કબજો લેશે. તેમણે જણાવ્યું હતું કે, નવા વર્ષમાં સમગ્ર વિશ્વને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. સમગ્ર વિશ્વના લોકોને વિભાજિત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, અમે આપત્તિજનક ઘટનાઓ જોઇ રહ્યા છીએ કે, જે માનવતાના ભાગ્ય તથા ભવિષ્યમાં બદલાવ લાવશે. બાબાના કેટલાક ભક્તો જણાવે છે કે, અહીંના ડ્રેગનનો અર્થ સમગ્ર વિશ્વમાં ચીનનો વધતો પ્રભાવ છે. એક તોફાનમાં રહસ્યમય રીતે આંખો ગુમાવી બેસનાર બાબા વેન્ગાએ સચોટ ભવિષ્ય જોયું હોવાનું માનવામાં આવે છે.
વર્ષ 1996 માં એમનું અવસાન થયું હતું. વર્ષ 2001 ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, વર્ષ 2004 ની સુનામી, આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ બનશે. વર્ષ 2010 માં આરબ સ્પ્રિંગ જેવી વેન્ગા દ્વારા કેટલીક આગાહીઓ કરવામાં આવી હતી. જે ખુબ સારી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle