GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સમાચાર, પરીક્ષાઓ થઈ રદ

GPSC exams cancelled: સરકારી નોકરીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે નિરાશાજનક સમાચાર છે. GPSCએ વર્ગ 1-2ની બે ભરતીઓ રદ કરી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૧ ની 1 પોસ્ટ અને અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, (GPSC exams cancelled) વર્ગ-૨ ની કુલ 2 પોસ્ટ પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જે હાલ રદ કરવામાં આવી છે અને વિભાગ દ્વારા નવેસરથી આ પોસ્ટ માટે નવી જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરવામાં આવેલી ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં સુધારા તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોવાથી હાલ આ ભરતી રદ કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે અને તે માટે નવી જાહેરાતો આપવામાં આવશે. જો કે નવી જાહેરાતો અને ભરતી ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવાં આવી નથી.

GPSCએ બંને જાહેરાતો રદ કરી
ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ GPSCએ બંને જાહેરાતો રદ કરી છે. વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

કૃષિ વિભાગે 144 જગ્યાઓ રદ કરી હતી
અગાઉ થોડા દિવસો પહેલાં કૃષિ વિભાગે 144 જગ્યાઓ રદ કરી હતી. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ-3 અને વર્ગ-4 આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-1 (જા.ક. 116/2024-25) ની કુલ-01 જગ્યા અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-2 (જા.ક. 117/2024-25) ની કુલ-02 જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.+