પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આ પ્રદર્શન તમારું મન મોહી લેશે, સેકંડો મુલાકાતીઓએ કર્યા ભરપૂર વખાણ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: હાલમાં અમદાવાદ(Ahmedabad)ના આંગણે યોજાઈ રહી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. તો અમે તમને જણાવી દઈએ કે, શું તમે પણ તમારા બાળકો સાથે આ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છો? જો હા તો તમારા માટે આ કામની વાત છે. જણાવી દઈએ કે, પ્રમુખ સ્વામી નગર(Pramukh Swami Nagar) એટલું ભવ્ય અને વિશાળ છે કે, એક દિવસમાં બધુ વ્યવસ્થિતિ રીતે જોઈ લેવું કદાચ શક્ય ન પણ બને. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, બાળનગરી (Bal Nagari)માં જાઓ.

ત્યાં પહોંચીને તમારે સૌથી પહેલા કયુ પ્રદર્શન નિહાળવું જોઈએ અને શા માટે? ચાલો જાણીએ વિગતવાર…

સૌથી પહેલા નિહાળો બાળનગરી:
જો તમે પણ તમારા બાળક સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે જવાના હોવ તો સૌ પ્રથમ તમારે બાળનગરીને નિહાળવી જોઈએ અને તેમાં સૌથી પહેલા તમે “વિલેજ ઓફ બુજો” એટલે કે બુજોનું પ્રદર્શન નિહાળવાનું ચૂકશો નહિ.

તો શા માટે નિહાળવું જોઈએ આ અદ્ભુત પ્રદર્શન:
અમે તમને જણાવી દઈએ કે, આ પ્રદર્શન દ્વારા બાળકોને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવનો સંદેશ આપવામાં આવ્યો છે. સાથે એમ પણ સમજાવવામાં આવ્યું છે કે, માતા-પિતાની આજ્ઞા ન માનવામાં આવે તો શું થાય? માતા-પિતા જે કહે છે તે આપણને ભલે ન ગમે, પરંતુ તે આપણા સારા માટે જ કહેતા હોય છે.

બૂજોના પ્રદર્શનની શું છે સ્ટોરી?
જો વાત કરવામાં આવે તો બુજો એક વનવાસી છે અને તે આદિવાસી કબીલામાં રહે છે. તેનું ગામ પહાડો વચ્ચે ગાઢ જંગલોમાં આવેલું છે. બુજોના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે અને તેના સવાલોથી તેના માતા-પિતા પણ મુંજાતા હોય છે.

આ દરમિયાન એક દિવસ એક વાઘ આવે છે અને બુજોના નામમાં એક વાછરડાને લઈને ચાલ્યો જાય છે. જેને કારણે ગામના તમામ આદિવાસીઓ ભેગા મળે છે અને નક્કી કરે છે કે બાળકોએ ઘરની બહાર ન જવું. આ તરફ બુજોના પિતા પણ ઘરને ફરતે લાકડા અને દોરીની મદદથી સુરક્ષિત દીવાલબનાવી દે છે. સાથે બુજોને ઘરની બહાર ન જવાનું પણ તેમના પિતા કહે છે.

પરંતુ આ બુજો એમ માને તેમ નહોતો અને આ વાત તો તેના માતા-પિતાને પણ ખ્યાલ હતી. જેને લીધે માતા-પિતા બુજોને કબીલના મુખીયા પાસે લઈ જાય છે અને તેમના દ્વારા બુજોની કમરે એક ઘંટડીઓવાળી દોરી બંધાવી દીધી. કબીલના મુખીયાએ બુજોને એમ પણ કહ્યું કે, જો આ ઘંટડીઓ છોડશે તો તેની માતાનું મૃત્યુ થઇ જશે. મહત્વનું છે કે, ગામના ઘણા બાળકોને આવી ઘંટડીઓ બાંધવામાં આવી હતી. જેથી બાળકો ઘરની નજીક રમતા હોય તો સતત અવાજ આવે એને માતા-પિતાને જાણ રહે કે તેનું બાળક રમી રહ્યું છે.

આ બધા વચ્ચે બુજોના મિત્રએ બુજોને ઘંટડી છોડી ઘર બહાર જવાની વાત કરી. જેથી બન્ને ઘરથી દૂર ઝરણા નજીક માછલી પકડવા જાય છે અને પછી તો આવ્યો વાઘ. આ બાજુ ઘરે બુજો ન દેખાતા તેમના માતા-પિતા દોડતા થઈ જાય છે અને તેની માતા દોડતી દોડતી ઝરણા પાસે પહોંચી જાય છે. તેની માતા બુજો અને તેના મિત્રને ગામ બાજુ જવાનું કહે છે અને તેની માતા વાઘના રસ્તા વચ્ચે જ ઊભી રહી જાય છે. પછી આગળ શું થયું તે જાણવા માટે આ પ્રદર્શનની મુલાકાત લેવાનું ચૂકશો નહી. આ બાળનગરીમાં 1100થી વધારે બાળકો સેવા કરી રહ્યા છે

આ છે બાળનગરીના મુખ્ય આકર્ષણો:
બાલનગરીના મુખ્ય આકર્ષણ કેન્દ્રની વાત કરવામાં આવે તો સ્વાગત શિખર, મૂલ્યોનું પંચામૃત, બાળ મંજળ એક્સપ્રેસ, સુવર્ણાનો સમુદ્ર, બુજોનું ગામ, શેરુનું જંગલ, પુરુષાર્થની પ્રેરણામૂર્તિ, માતા-પિતાને વંદન, BAPSના બાળ તારલા
શાંતિનું ધામ (પ્રમુખના બાળપણના કિસ્સાની પ્રતિકૃતિ), પ્રાણીની પ્રેરણા, બાળ સ્નેહી ઉદ્યાન, નિયમ કુટીર, કલા મંચ
અને સંસ્કૃતિ રત્નોના સંગમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *