હાલમાં ફરીવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના લાખણી પંથકના એક ગામના ખેતરમાં કામ કરતા ભાગ્યા પરિવારની 13 મહિનાની માસુમ બાળકી પર ખેતરના જ આધેડ માલિકે દુષ્કર્મ ગુજારતા હોબાળો મચી જવા પામ્યો છે.
સમગ્ર પંથકના લોકો ખેતર માલિક સામે ફટકાર વરસાવી રહ્યાં છે. સમગ્ર મામલે આગથળા પોલીસ મથકે ખેતર માલિક સામે ગુન્હો નોંધાતા પોલીસ દ્વારા ખેતર માલિકની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વધુ એક માસુમ ફુલ જેવી બાળકી આધેડની હવસનો શિકાર બની છે.
જાણવા મળ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ભાગીયા તરીકે રહેતા એક પરિવારની 13 મહિનાની માસુમ બાળકી ઘોડિયામાં સુતી હતી અને તેની માતા છાશ લેવા ગઈ હતી તે સમયનો લાભ લઈ ખેતરના આધેડ માલિક હીરા ચેલા રબારીએ આ બાળકી સાથે દુષ્કર્મ ગુજારી દીધું અને ત્યારબાદ જયારે તે પરત ઘોડિયામાં મુકવા જઈ રહ્યો હતો ત્યારે બાળકીની માતા ત્યાં આવી ગઈ હતી.
પોલીસ દ્વારા હિરા રબારીની ધરપકડ કરી તેનો કોરોના રિપોર્ટ કરાવતાં નેગેટિવ આવ્યો છે અને હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ સમગ્ર મામલે હવસખોર આધેડ હીરા રબારીના અગાઉ છૂટાછેડા થઈ ગયેલા હોવાથી પત્ની ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આરોપી હીરા રબારીના આ કૃત્યને લઈ સમગ્ર જિલ્લાના લોકો હીરા રબારી સામે આક્રોશ વરસાવી રહ્યા છે. તો ઠેર ઠેર લોકો દ્વારા આવા હવસખોરને ફાંસીની સજા આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.