ફક્ત 1 રૂપિયામાં આ કંપની આપી રહી છે 1GB ડેટા- Jio સહીત દરેક કંપનીઓને આપશે ટક્કર

છેલ્લા ઘણા સમયની વાત કરીએ તો માલુમ પડે કે ધીમે ધીમે ઈન્ટરનેટ ડેટાનો ભાવ ઘટતો જ જઈ રહ્યો છે. હવે જે સમયે બધી કંપનીઓ ઓછું…

છેલ્લા ઘણા સમયની વાત કરીએ તો માલુમ પડે કે ધીમે ધીમે ઈન્ટરનેટ ડેટાનો ભાવ ઘટતો જ જઈ રહ્યો છે. હવે જે સમયે બધી કંપનીઓ ઓછું નેટ આપી વધારે પૈસા ઉઘરાવતી હતી તે સમયે jio કંપનીએ વધુ ડેટા અને સૌથી ઓછા ભાવ કરી દરેક કંપનીઓનું માર્કેટ તોડી નાખ્યું હતું. અને હાલની વાત કરીએ તો એવી જ એક ઘટના ફરીથી થવા જઈ રહી છે.

સમગ્ર દુનિયાની વાત કરીએ તો ભારતમાં ઈન્ટરનેટ ડેટા પ્લાન સૌથી સસ્તો થઈ ગયો છે. અને તેને વધુ સસ્તો કેમ બનાવો તેની તૈયારી બેંગલુરૂની એક સ્ટાર્ટઅપ કંપની કરી રહી છે. જેનું નામ છે Wifi Dabba. આ કંપની વિશ્વાસુ અને સસ્તી સત્વિસની સાથે-સાથે કનેક્ટિવિટીની સમસ્યાને ખતમ કરવા ઈચ્છે છે. જેને સુપરનોડ્સ તરીકે ઓળખવામાં આવે છે.

ફેબ્રુઆરી 2016 માં બેંગલુરૂમાં એક સ્ટાર્ટઅપ કંપનીની શરૂઆત થઈ હતી, જેનો મુખ્ય હેતુ એ હતો કે દરેકને સસ્તામાં સસ્તું ઈન્ટરનેટ કનેક્શન પૂરું પાડવું. મળેલી માહિતી અનુસાર કંપનીએ સાઇબર સેક્ટરમાં પોતાની સર્વિસ આપવાની શરૂ કરી, તો કંપનીને લાગ્યું કે, કનેક્ટિવિટી અને ચાર્જ સૌથી મોટી સમસ્યા હતી. એટલે કંપનીએ ISP એગ્રીગેટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જે ફાઇબર ટેક્નોલૉજીનો ઉપયોગ કરનાર પ્લેયર પાસેથી કનેક્શન ખરીદે છે.

થોડો સમય વીત્દયા બાદ કંપનીને લાગ્યું કે, મૂળ સમસ્યા તો ફાઇબર સાથે જ છે, એટલે middle mile–Supernodes આથે એક સમાધાન સ્થાપવા માટે કામ કર્યું. બ્રોડબેન્ડની પહોંચ સામાન્ય ભારતીયો સુધી નથી પહોંચી શકતી, કારણકે તેની કિંમત બહુ વધારે છે. સોફ્ટવેર, હાર્ડવેર અને નેટવર્કિંગ ઈંન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થવાથી તેનો ખર્ચ વધી જાય છે. સાથે-સાથે ફાઇબરને પાથરવામાં પણ વધારે ખર્ચ આવે છે. જેનાથી પણા ખર્ચ વધી જાય છે.

ઉલ્લેખનિય છે કે, Wifi Dabba સોફ્ટવેર, હાર્ડવેર કે ઈંફ્રાસ્ટ્રક્ચરના વિશ્વાસે નથી. જેના કારણે કંપનીએ પોતાનું જ નેટવર્ક વિકસિત કર્યું છે. આ કંફની વેન્ડર માર્જિન જેવી ઘણી વસ્તુઓની બચત કરે છે.

કોઇપણ યૂઝ્ર તેના મોબાઇલ નંબર અને OTP સાથે વાઇફાઇ સિગ્નસ સાથે જોડાઇ શકે છે. તેનો ખર્ચ ખૂબજ ઓછો છે. આ ખૂબજ સસ્તુ એવું બધાને પોષાય એવું છે, જોકે યૂઝાર્સ વધારે સારી સર્વિસ ઇચ્છતા હોય તો, તેઓ એ પ્રકારનો ડેટા ખરીદી શકે છે, જેમકે બ્રોડબેન્ડ કનેક્શન પર પોતાના FUP ને ટૉપ-અપ કરવું. wi-fi ડબ્બા માત્ર એક જ રૂપિયામાં 1 GB ડેટા આપે છે. જોકે હજી કંપનીએ આ પ્લાનને બેંગલૂરુની બહાર લાગૂ કર્યો નથી. એટલે સમગ્ર ભારતમાં થોડા સમયમાં જ આવશે એવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *