રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા જાહેર કરાયેલ માર્ચ 2022 માટે બેંક રજાઓની યાદી(Bank Holiday March 2022) અનુસાર, બેંકો આ અઠવાડિયે 7 દિવસમાંથી 4 દિવસ બંધ રહેશે. જો તમે પણ બેંકને લગતું કોઈ કામ કરવા ઈચ્છો છો, તો બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની યાદી ચોક્કસ તપાસો. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી અનુસાર માર્ચ 2022માં બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે.
અઠવાડિયામાં 4 દિવસ બંધ રહેશે બેંક:
17 માર્ચે દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં હોલિકા દહનના દિવસે બેંકો બંધ રહેશે. 18 માર્ચ હોળી/ધુલેતી/ડોલ જાત્રા બેંકો બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના સ્થળોએ બેંકો બંધ રહેશે. 19 માર્ચ હોળી / યાઓસાંગ બેંક ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેંક બંધ રહેશે. 20 માર્ચ રવિવાર સાપ્તાહિક રજા રહેશે.
RBIએ માહિતી આપી:
આરબીઆઈની યાદી અનુસાર માર્ચમાં બેંકોની કુલ 13 દિવસની રજાઓમાંથી 4 રજાઓ રવિવારની છે. આ સિવાય ઘણી રજાઓ પણ તેમાં સતત પડવાની છે. પરંતુ આ સાથે જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.