અમેરિકાના હોલિવૂડમાં લાગેલી આગના રાહત કાર્યમાં BAPS સંસ્થા આવી લોકોની મદદે…

US Los Angeles Wildfire: અમેરિકામાં વિકરાળ આગને કારણે મોટી માત્રામાં નુકસાન થયું છે, જેના કારણે હજારો પરિવાર બેઘર થયા છે. ઘર ઉપરાંત તેઓ લોકો પાસે જમવાનું, પીવાનું પાણી જેવી સુવિધાઓ પણ મળી રહી નથી. લેવામાં માનવજાત પ્રત્યે કાયમ પ્રેમ ભાવ બતાવતી (US Los Angeles Wildfire) બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આવા લોકોની વાહરે ચડી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી રાહત કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પીવાનું પાણી અને રહેઠાણની ખૂબ જરૂરિયાત છે. આ દુર્ઘટનામાં બચીને નીકળી ગયેલા તમામ લોકો પોતાનું જીવન ફરીથી પાટે ચડાવે એટલા માટે બીએપીએસ સંસ્થાએ અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. BAPS તેમને મદદ કરી રહી છે.

બીએપીએસ સંસ્થા સ્થાનિક પ્રશાસન તેમજ અન્ય સંસ્થાઓ સાથે સંકલન કરીને સેવા કાર્ય કરી રહી છે. જેથી ખાતરી કરી શકાય કે તમામ લોકો સુધી જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચી છે.

આ આગ સમગ્ર લોસ એન્જેલસ વિસ્તારમાં સતત તબાહી મચાવી રહી છે, ત્યારે બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો વિતરણ કેન્દ્રોમાં જઈને જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.

હવે આ રાહત કેમ્પમાં લાભ લેનારાઓની સંખ્યા વધી રહી છે. એવામાં સ્વયં સેવકો પણ પૂરતી તૈયારીમાં છે. કેટલાક સ્વયંસેવકો તો પોતાનું ઘરબાર છોડીને આ લોકોની સેવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી જોડાઈ ગયા છે. આ લોકો પોતાના ઘરની ચિંતા રાખ્યા વગર લોકોની મદદ કરી રહ્યા છે.

બીએપીએસ સંસ્થા દ્વારા આ વસ્તુઓ જરૂરિયાત મંદોને આપવામાં આવી
ઓશીકા, બ્લેન્કેટ, પાવર બેંક, બોડી વાઈપ્સ, ફર્સ્ટ એડ કીટ, ટુથ બ્રશ, ટુથ પેસ્ટ, સાબુ, શેમ્પૂ, ડીયોડરંટ, ડાયપર, પાણીની બોટલો, આ ઉપરાંત સ્વયંસેવકો દ્વારા સમય સમયે તેમને ભોજન પર પૂરું પાડવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં બીએપીએસ સંસ્થાએ લોકોમાં 2000 જેટલી પાણીની બોટલના કાર્ટુન, 650 એનર્જી ડ્રીંકની બોટલો, 400 જેટલા નહવાના સાબુ, 400 જેટલા શેમ્પુની બોટલો, 500 ટુથ બ્રશ, 500 ટુથપેસ્ટ, જરૂરિયાત પ્રમાણે ફર્સ્ટ એડ કીટ, સ્લીપિંગ બેગ, હજારો નાસ્તાના પેકેટ વગેરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જરૂરિયાત મંદો સુધી પહોંચાડવામાં આવી છે.

આમ છતાં કેટલાક લોકો એવા પણ સમાજમાં હાજર રહેલા છે કે તેઓ સ્વામિનારાયણ સંસ્થાનો વિરોધ કરવામાં પાછુ વળીને જોતા નથી. તેઓને બસ કોઈપણ મુદ્દો હોવો જોઈએ. આ વિરોધ કરવા વાળાના મોઢા પર આ એક જોરદાર તમાચો છે. તેઓ કાયમ પૂછતા હોય છે કે મંદિરોની શું જરૂરિયાત છે. તો તેઓને આ જવાબ છે કે જો મંદિર ન હોત તો લોકો સુધી આ રાહત સામગ્રી પહોંચી ન હોય. તેવો પોતે તો કંઈ સેવા કાર્ય કરી શકતા નથી, પરંતુ જે કોઈ સેવા કાર્ય કરી રહ્યા છે તેઓના ઉત્સાહમાં પણ ઘટાડો કરે છે.