યુક્રેનમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને મદદ વહારે પહોચી BAPS સ્વામિનારાયણ સંસ્થા – 1000 લોકોને ભારત લાવવા કવાયત શરુ

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia)ના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા(BAPS Swaminarayan Sanstha)ના સ્વયંસેવકો દિવસ-રાત જોડાઈ ગયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્મવિહારી સ્વામી ને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે સંસ્થાને જણાવ્યું હતું.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહારાજ ના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે ચક્રવતી માં કરવામાં આવ્યા અને ગઈકાલે BAPS સ્વામિનારાયણ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવક સરહદ પર પહોંચી ગયા છે. પેરિસ અને સ્વીઝરલેન્ડ થી સતત ૨૨ કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બીએપીએસ ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે.

સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે. કારમી ઠંડીમાં માઇનસ ત્રણ કે ચાર ડિગ્રી તાપમાન વચ્ચે દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં ૪૦ થી ૫૦ કિલોમીટર અંતર ચાલીને અહીં સુધી પહોંચ્યા છે. તેમની આ દયનિય હાલત જોઈને સંસ્થાના સ્વયંસેવકો પણ ભાવુક થઈ ગયા હતા.

પરિવારના સભ્યોની જેમ સ્નેહપૂર્વક ગરમ અને ભારતીય ભોજન તેમજ હૂંફ આપીને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો વિદ્યાર્થીઓની નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે ત્યાંની પ્રસિદ્ધ હોટલોમાં કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. બીએપીએસ સંસ્થાની સેવા કે તેમને આત્મીયતા પૂર્વક મદદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં જ્યારે જ્યારે પણ આવી પ્રકૃતિ કે માનવ સર્જિત આપત્તિઓ આવી પડે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને BAPS સ્વામિનારાયણ સંસ્થા હંમેશા લોકોને મદદ એ આવી પહોંચે છે. ત્યારે ફરી એક વખત હાલના સમયે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ BAPS સ્વામિનારાયણ સંસ્થાની ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને વિદ્યાર્થીઓ અને ભારતમાં વસતા તેમના પરિવારજનો સંસ્થાના સ્વયંસેવકોનો હદયપૂર્વક આભાર માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *