ગઈકાલે મધરાત્રે સુરત શહેરમાં ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલ શ્રમજીવી પરિવાર ફરી વળતાં એકસાથે કુલ 13 જેટલા લોકોના મોત થયા હતાં ત્યારે માર્ગ અકસ્માતની આવી જ એક ભયંકર ઘટના રાજ્યમાંથી જ સામે આવી રહી છે. બારડોલી – કડોદ હાઈવે પર પણદા ગામેમાં સાંજના સમયે કાર ચાલકે મોટરસાઈકલ સવાર દંપતિને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.
દંપતીના ઘટનાસ્થળ પર જ મોત થવાની ઘટના પછી, રાત્રે કાર ચાલક અંગેની જાણ થતાંની સાથે જ મૃતકના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ઉગ્ર રોષ ઉઠ્યો હતો, પોલીસ તપાસ શરૂ થતા, અકસ્માત કરનાર બારડોલીના ભાજપ અગ્રણીના સગીર દીકરો હોવાનું સામે આવતા હીટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
રવિવારના સાંજના સમયે પણદા ગામના રહેવાસી કિશોરભાઈ તથા દક્ષાબહેન બારડોલી કામ માટે જઈ રહ્યા હતાં. ગામની સીમમાં જ એક કાર ચાલકે અડફેટે લઈ લીધા હતાં. દંપતિ મોટરસાઈકલની સાથે કુલ 10 ફૂટ જેટલા ફંગોળાઈ જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાત્રીના સમયે અકસ્માત સર્જનાર અંગેની જાણ થતાંની સાથે જ પોસ્ટમોર્ટમ રૂમ પર પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધવા માટેની માંગણી કરવામાં આવી હતી. જેને લીધે બારડોલી પોલીસ તપાસ શરૂ કરતા, બારડોલી નગરના ભાજપ આગેવાનનો સગીર પુત્ર હોવાનું સામે આવ્યું હતું. જેની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધતા મામલો થાળે પડ્યો હતો.
ઘટના અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે બારડોલીના ભાજપ આગેવાનનું પરિવાર કારમાં એક સામાજિક પ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી સગીર પુત્ર કારમાંથી પોતાનો સામાન કાઢવાનો હોવાનું જણાવીને ચાવી લઈ ગયો હતો. ત્યારપછી સગીર કાર લઈને ફરવા માટે નીકળી ગયો હતો.
પણદા ગામની સીમમાં સગીર અકસ્માત કરીને ત્યાંથી પરત આવીને કાર પાર્ક કરી દીધી હતી. ત્યારપછી થોડા સમય બાદ સગીરે અકસ્માતની ઘટનાની જાણ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. બારડોલી પોલીસ હાલમાં સગીરની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી થઈ શકે ?
હીટ એન્ડ રનની ઘટના બની હોવાંથી તેમજ કાર ચાલક સગીર હોવાંથી શુ કાર્યવાહી થઈ શકે ? જે બાબત નિવૃત સરકારી વકીલ શરદ ટેલરને પૂછતાં જણાવ્યું હતું કે, જો આવી ઘટના સર્જાઈ તો કેસ જ્યુએનાઈલ કોર્ટમાં કાર્યવાહી થાય છે. જ્યારે સગીર લઈ ગયેલા કાર માલિકની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે એવો સરક્યુલર હોવાનું કહ્યું હતું.
સામાન કાઢવો છે કહીને ચાવી લઈ લીધી હતી:
આ અકસ્માત વિશે પોલીસ તપાસમાં સામે આવતાં અકસ્માત સર્જાનાર સગીર પરિવારની સાથે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો ત્યારે કારમાંથી સામાન કાઢવાના બહાને પિતાની પાસેથી કારની ચાવી માંગી લીધી હતી તેમજ પિતાએ ચાવી આપતાની સાથે જ કાર લઇને ફરવાં માટે નીકળી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle