આવા દાનત ખોટા લુખ્ખાઓથી થઈ જજો સાવધાન, સીસીટીવી કેમેરામાં કેદ થઈ તમામ કરતુત

Rajkot Cheater Viral CCTV: આપણા વડીલો કહે છે કે હરામનું કોઈ દિવસ સદે નહીં. પરંતુ અમુક લુખ્ખા અને આવારા તત્વોને આ લાગુ પડતું નથી. જી હા આવી (Rajkot Cheater Viral CCTV) જ કંઈક ઘટના રાજકોટમાં બની છે.

રાજકોટના સાધુવાસવાણી રોડ પર મોમનીઝ ફૂડ કરીને એક રેસ્ટોરન્ટ આવેલ છે. ત્યાં આ ત્રણેય વ્યક્તિઓ ખાવા માટે ગયા હતા. પરંતુ તેઓની દાનત પૈસા ચૂકવવાની ન હતી. એટલા માટે તેઓએ જમવાની ડીશ ની અંદર પોતાનો જ વાળ જાતે જ નાખ્યો હતો. અને આ તેઓની સમગ્ર કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

તેઓનો આશય છે એવો હતો કે આ ખાવામાં વાળ નીકળ્યો છે એટલા માટે અમે પૈસા નહીં આપીએ. તેઓએ આ બાબતે રેસ્ટોરન્ટ માલિક તેમજ અન્ય સ્ટાફ સાથે તકરાર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અહીંયા કંઈક એવું થયું હતું કે ઉલટા ચોર કોટવાલકો ડાટે. તેઓ રેસ્ટોરન્ટ માલિકને કહી રહ્યા છે કે તમારા સ્ટાફમાં કોઈએ પણ હેર કેપ પહેરેલી નથી. એક તો છેતરપિંડી તેઓ કરી રહ્યા છે અને ઊલટાના રેસ્ટોરન્ટ વાળાને કાયદાઓ શીખવાડી રહ્યા હતા. આવું તમારી સાથે પણ બની શકે છે. એટલા માટે સાવધાન રહો સતત રહો.