જ્યાં ત્યાં પાણીપુરી ખાનારા ચેતી જજો: ગોલગપ્પા ખાવાથી આખું ગામ પડ્યું માંદુ

MP Panipuri News: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના રટ્ટા ગામમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે ગામના બાળકો અચાનક બીમાર થવા લાગ્યા. બાળકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ઉતાવળે પીડિતોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ લોકોએ (MP Panipuri News) ગામમાં 23 જાન્યુઆરીની સાંજે પાણીપુરી ખાધી હતી. આખી રાત તેઓનું સ્વાસ્થ્ય સારું હતું, પરંતુ સવારે અચાનક બધા જ લોકોની તબિયત બગડવા લાગી. તેઓને ઝાડા ઉલટી થઈ ગયા હતા.

તબિયત બગડવાને કારણે સ્વાસ્થ્ય વિભાગને જાણકારી આપવામાં આવી. ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા તે તમામને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં લગભગ 25 સી 30 લોકો બીમાર થયા હતા. જેમાં 17 બાળકો 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. ચાર બાળકોની હાલત ગંભીર જણાઈ રહી છે. જેમને પીડીયાટ્રીક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય લોકો પર મેડિકલ સ્ટાફ નજર રાખી રહ્યું છે.

દર્દીઓ સાથે હોસ્પિટલ પહોંચેલા ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામમાં એક વ્યક્તિ લગભગ એક અઠવાડિયાથી પાણીપુરીની લારીમાં પાણીપુરી વેચી રહ્યો છે. 23 જાન્યુઆરીની મોડી સાંજે ગામના ઘણા લોકોએ પાણીપુરી ખાધી હતી. આગલા દિવસે એટલે કે 24 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 8:00 વાગ્યે લોકો બીમાર પડવા લાગ્યા. 25 લોકો બીમાર હોવાનો આંકડો સામે આવ્યો. અન્ય 10 લોકોના બીમાર હોવાની જાણકારી ગામમાંથી મળી છે. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી.

ગામના ઉપસરપંચ જીતેન્દ્ર રાણાએ જણાવ્યું કે તમામ લોકો રટ્ટા ગામના રહેવાસી છે. તેમણે ગઈકાલે પાણીપુરીનું સેવન કર્યું હતું અને આજે અચાનક તમામને ઝાડા ઉલટીની ફરિયાદો થવા લાગી હતી. ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગમના જ એક વ્યક્તિએ પાણીપુરીની લારી શરૂ કરી હતી. જેની પાસે આ તમામ લોકોએ પાણીપુરી ખાધી હતી

જિલ્લા હોસ્પિટલમાં ફરજ બજાવતા નીલય જૈનએ કહ્યું કે રટ્ટા ગામના લોકો, તેમજ બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા છે. જ્યાં બીમાર લોકો દ્વારા પાણીપુરી ખાવાની વાત સામે આવી છે. બે ડજનથી વધારે બાળકો અને ગ્રામિણોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે. આ તમામ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ છે.