ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર ફોન કરે તો રિસીવ કરતાં પહેલાં ચેતજો- ન્યૂડ થઈને વીડિયો ઉતારે અને પછી… 

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલ કરીને પૈસા પડાવવાના બનાવો વધી રહ્યા છે. જેમાં નેતાઓ, વેપારીઓ અને સરકારી અધિકારીઓ ફસાઈ ચૂક્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને 6 મહિનામાં જ આ પ્રકારના 500થી વધુ ફરિયાદો મળી છે.

થોડા દિવસ પહેલાં બારડોલીમાં સુંદર અને સેક્સી યુવતીઓની જાળમાં વેપારીથી લઈ નેતા સીધી બધા જ ફસાયા હતા. બારડોલીના એક વેપારીનો સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ યુવતીએ વિડિયો કોલ કરી તેની સાથેની અશ્લીલ હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કરી હતી. યુવક આ જોઈ ગભરાઈ ગયો અને નંબર બ્લોક કરી નાખ્યો હતો. ત્યારે યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને યુવકને બદનામ કર્યો હતી. તેથી યુવકે તેની વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.

યુવકે જણાવ્યું હતું કે, 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અજાણી યુવતી સાથે વાતચીત થતી હતી. થોડી વાતચીત બાદ 15 મેના રોજ યુવતીનો વીડિયો-કોલ આવ્યો, તે દરમિયાન યુવતીના ખરાબ લક્ષણ જોઈ યુવક પણ બેકાબૂ થઇને વીડિયો-કોલમાં ખરાબ હરકત કરી હતી. આ પળોનું વીડિયો-રેકોર્ડિંગ યુવતીએ તેના ફોનમાં કર્યું હતું. યુવતીએ આ વીડિયો-રેકોર્ડિંગથી યુવકને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. યુવકને જે નંબરથી ફોન આવ્યો હતો એેને બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાઇરલ કરી દીધો હતો.

અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. અઠવાડિયા બાદ એટલે કે, 4 જૂનની આસપાસ બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોબાળો મચી ગયો હતી. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યાર બાદ નગર સેવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પલસાણા તાલુકાના એક પીએસઆઈનો ઓનલાઈન હનીટ્રેપનો બીભત્સ વીડિયો પણ વાઇરલ થયો હતો. સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસો અગાઉ ઘણા યુવકો ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા છે. આ અંગે સુરત જિલ્લા એલસીબીને તપાસ કરવાનું જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *