દેશની રાજધાની દિલ્હી ની બાજુમાં આવેલા ગાઝિયાબાદના લોની બોર્ડર થાણા વિસ્તારમાં ૨૮ જાન્યુઆરીએ સવારે જ નામના યુવકની ગોળી મારી હત્યા થી સનસની ફેલાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા લોકો હત્યા નો જલ્દી ખુલાસો માંગી રહ્યા હતા.ચાર દિવસ બાદ હવે પોલીસે હત્યાના આ મામલાનો ખુલાસો કરતાં ત્રણ આરોપીઓને ગિરફતાર કર્યા છે, જ્યારે બે આરોપી ફરાર બતાવાઈ રહ્યા છે.
પોલીસે તેના કબજામાં તમંચો અને ઘટનામાં ઉપયોગ કરાયેલી બાઈક પણ જપ્ત કરી છે.પોલીસ અનુસાર સામે જ હત્યા ફક્ત 50 રૂપિયા ના છુટ્ટા પૈસા ને લઈને થયેલા વિવાદમાં થઈ હતી. જણાવાઈ રહ્યું છે કે આદિલ અને શાદાબ ની દુકાનો આજુબાજુમાં જ છે. શાદાબે આદિલ પાસે 50 રૂપિયા છુટા માગ્યા જેને લઇને બંને માં ઝઘડો થઈ ગયો.
આ વિવાદમાં શાવેજે શાદાબ નો સાથ આપ્યો. વિવાદમાં આદિલ અને તેના મિત્રની શાવેજ સાથે મારામારી પણ થઈ. આ વાતથી આદિલે પોતાના મિત્રોને બોલાવી સાદા સાથે બીજી વખત મારપીટ કરી, જેમાં શાદાબ અને શાવેજે આદિલ અને તેના મિત્રોને ફરીથી માર માર્યો.
બે વાર થયેલી મારપીટની ઘટના માં માર ખાધા બાદ બદલો લેવા માટે આરોપી આદિલે પોતાના બે અન્ય સાથી સુમિત અને બાદલ ને બોલાવી લીધા. ઘટના વાળી રાત્રે આદિલે સાવજ ને ફોન કરી બોલાવ્યો અને ગોળી મારી તેની હત્યા કરી દીધી. હત્યા બાદ ઘટના સ્થળેથી તમામ લોકો ફરાર થઈ ગયા. ઘટનામાં આદિલ, સુમિત, અભય, બાદલ સામેલ હતા. આમાંથી ત્રણ યુવકો આદિલ, સુમિત અને અભયને પોલીસે ગિરફ્તાર કરી લીધા છે.
પકડાઈ ગયેલા ત્રણેય યુવકો ઓછી ઉંમરના અને શિક્ષિત પણ છે. આદિલ આઈ.ટી.આઈ નો વિદ્યાર્થી છે, તેમજ સુમિત પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. અભય બારમા ધોરણમાં ભણે છે. પોલીસે ત્રણેય યુવકોને ગિરફ્તાર કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. ફરાર રહેલા બે અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસ છાપેમારી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.