તરબૂચની સાથે તેની છાલ અને બીજ પણ છે ફાયદાકારક, ઘણી બધી બીમારીઓથી બચાવશે

ઉનાળામાં તરબૂચ ખાવું ના માત્ર તમને ભારે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેમાં વિટામિન્સ ઘણી માત્રામાં હોય છે. એટલું જ નહીં, તરબૂચની છાલ અને તેના બીજ પણ ખુબ ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂ હોય છે.

તરબૂચની છાલમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંકનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે આ સફેદ ભાગમાં Citrulline હોય છે. તે ફ્રી રેડિકલ્સથી બચવામાં મદદગાર સાબિત થયા છે. આ એક એમીનો એસિડ છે, જે હૃદયમાં લોહીનું સંચાર અને પ્રતિરક્ષા પ્રણાલી માટે જરૂરી છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને વજન ઘટાડવામાં મદદગાર

કિડની અને હદય માટે તરબૂચની છાલ સારી છે. તેમાં Citrulline હોય છે, જે રક્ત પ્રવાહને સુધારે છે અને હૃદયની નિષ્ફળતા અને કોરોનરી આર્ટરી ડિસિઝની બિમારીથી પણ રક્ષણ આપે છે. આટલું જ નહીં, તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા અને વજન ઘટાડવામાં પણ મદદગાર છે. તે રક્ત વાહિકાઓને પાતળી કરે છે. તરબૂચની છાલમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે બળતરા ઘટાડવામાં મદદગાર છે.

બીજથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે

હવે વાત કરીએ તરબૂચનાં બીયા વિશે. તરબૂચની જેમ તેના બીજ પણ તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તે ડાયાબિટીઝ, હૃદયરોગ, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. તરબૂચના બીજમાં ખૂબ કેલરી હોય છે. આ બીજમાં પોટેશિયમ, કોપર, સેલેનિયમ અને ઝીંકનું પ્રમાણ વધુ હોય છે. તરબૂચનાં બીયામાં પ્રોટીન અને વિટામિન બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. કાચા બીજ ખાવાને બદલે, તમે તેને ફણગાવીને અથવા શેકીને ખાઈ શકો છો. તે રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. જ્યારે પણ તમે ખાવ છો, આ બીજને બરાબર ચાવો અને ખાવ, નહીં તો તમારા માટે તે પચાવવું ખૂબ મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *