PSI નો રૌફ- એસીપીને આપી માં બેનની ગાળો, ભિખારીને માર્યો પણ ખબર ના રહી કે વિડીયો ઉતરી ગયો

એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે. તેનું ઉદાહરણ હાલમાં જ મહિધરપુરામાં…

એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે. તેનું ઉદાહરણ હાલમાં જ મહિધરપુરામાં ફરી જીવંત થયેલી ઘીસ સ્પર્ધા છે. ગુનેગારોને એકત્ર કરી તેમને વોર્નિંગ આપી રહ્યા છે. આ નવો પ્રયોગ સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાઇ રહ્યો છે. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસની આ સુધરેલી છાપ ખરડી રહ્યા છે. ગઇકાલે આવી જ એક ઘટના અડાજણ પોલીસ સ્ટેશનમાં બની હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી માન દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પીપરિયાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને દોઢ કલાક સુધી પોલીસમથક માથે લીધું હતું.

મળતી માહિતી અનુસાર, પોલીસ વર્દીના રોફમાં દારૂ પીને PSI ભાન ભૂલીને શહેરના પોલીસ વિભાગ ઉપર લાંછન લગાવતો વિડીયો વાયરલ થયો છે. શહેર પોલીસમાં ઉચ્ચ અધિકારીઓનો કોઇ ડર નહીં હોય એ રીતે આ પીએસઆઇ હાર્દિક પીપરિયા દ્વારા યુવાનોને ફટકારીને તેમના અધિકારીઓ વિશે અપશબ્દ બોલતાં આ આખું પ્રકરણ ખૂબ વાયરલ થયું છે.

પાલ મામાની વાડીમાં પીધ્ધડ પીએસઆઇએ અડાજણ પોલીસમથકને માથે લીધું હતું. અલબત્ત, નશામાં ચકચૂર સલાબતપુરાનો માન દરવાજા ચોકીને હાર્દિક પીપરિયા નામના પીએસઆઇએ મામાની વાડીમાં ભીખારીને ફટકારતાં ત્યાં ઊભેલા યુવાનોએ આમ નહીં કરવાનું જણાવતાં આ PSI મહોદય હાર્દિક પીપરિયાએ આ યુવકોને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન પીએસઆઇએ યુવાનને ફટકારતાં ત્યાં ઊભેલા અન્ય યુવાનો એકત્રિત થયા હતા. ત્યાં પીએસઆઇ હાર્દિક પીપરિયા પીસીઆર અડાજણ પીસીઆર વાનમાં લઇ ગયા હતા. દરમિયાન પીસીઆર વાનમાં આ પીધ્ધડ પીએસઆઇએ વર્દી પહેરી અડાજણ પોલીસમાં તોફાન મચાવ્યું હતું. તેમાં ડીસીપીથી લઇ અન્ય ઉચ્ચ અધિકારીઓ વિશે અપશબ્દોનો વિડીયો વાયરલ થયો હતો.

આ ઉપરાંત, માન દરવાજા ચોકીના પીઆઇએ તેમના એક ફોનથી ટપોરીને અડાજણ પોલીસમથકમાં બોલાવીને ગંદી માનસિકતા છતી કરી હતી. અલબત્ત, સ્થળ પર હાજર પીએસઆઇએ તેમનો પોલીસ ન ફસાય એ માટે બે પાર્ટી વચ્ચે સમાધાન કરાવી લીધું હતું. આ મામલો કમિ. અજય તોમર સુધી પહોંચ્યો છે. પોલીશ કમિશનર અજય તોમરે આ મામલે કમિશનર સિંગલને તપાસ સોંપી હોવાની વિગત જાણવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *