Couple fight viral video: આ પ્રેમનું અઠવાડિયું 14 ફેબ્રુઆરીના રોજ પૂરું થયું છે. તેની સાથે જ આ પ્રેમનું અઠવાડિયું જતા જતા ઘણા પરિણામો છોડતું ગયું છે, જેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ દિલ્હી મેટ્રો સ્ટેશનનો એક વિડીયો ઇન્ટરનેટ પર લોકો વચ્ચે (Couple fight viral video)ચર્ચાનો વિષય બનેલો છે, જેમાં એક છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે લડતી દેખાઈ રહી છે. તેના પાછળનું કારણ મજેદાર છે. જ્યાં પપ્પાની પરી પોતાના બોયફ્રેન્ડ પર બૂમો પાડતા તેને મારી રહી છે અને પછી શરૂ થઈ જાય છે બેવફાઈનો નાચ.
વેલેન્ટાઈન ડે ના દિવસે દિલ્હી મેટ્રોમાં થયો હંગામો
હકીકતમાં આ વાયરલ વિડીયો દિલ્હી મેટ્રોનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં રેલવે પ્લેટફોર્મ પર લાલ રંગની વેસ્ટર્ન ડ્રેસ પહેરેલી એક છોકરી ત્યાં ઉભેલા એક વ્યક્તિ પર ખૂબ ખરાબ રીતે બૂમો પાડી રહી છે. મામલો કંઈક એવો છે કે આખો ખેલ બેવફાઈનો છે. વિડિયો જોઈને તમને બોલીવુડ ફિલ્મ બેવફા સનમના ગીત અચ્છા સિલા દિયાની યાદ આવી જશે. દાવો છે કે આ છોકરી જે વ્યક્તિ પર બૂમો પાડી રહી છે તેણે તેની સાથે દગો કર્યો અને બીજી છોકરી સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. આ કડીમાં છોકરીએ વ્યક્તિને વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના બોયફ્રેન્ડને રંગે હાથ પકડી લીધો હતો અને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
ખૂબ ધક્કા મૂકી થઈ
આ દલીલો વચ્ચે છોકરીએ પોતાના બોયફ્રેન્ડનો કોલર પકડી લીધો, ત્યારબાદ બોયફ્રેન્ડએ જોરથી ધક્કો માર્યો હતો જેનાથી તે જમીન પર પડી ગઈ અને જોર જોરથી બૂમો પાડતા અપશબ્દ કહેવા લાગી. આજુબાજુ ઉભેલા લોકો મફતમાં મનોરંજન માણી રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં મેટ્રો સ્ટાફ પણ પહોંચ્યો અને મામલાને શાંત કરાવવાની કોશિશ કરી. વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ લોકો ખૂબ મજા લઇ રહ્યા છે.
અહિયાં જુઓ વાયરલ વિડીયો
वैलेंटाइन डे पर लड़की ने अपने बॉयफ्रेंड को दूसरी महिला के साथ पकड़ा, फिर हुआ जमकर बवाल pic.twitter.com/Mq0xWzqjZK
— आजाद भारत का आजाद नागरिक (@AnathNagrik) February 15, 2025
વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકોએ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું કે દીદીનો વેલેન્ટાઇન સારી રીતે ઉજવાઈ ગયો. બીજો એક વ્યક્તિ લખે છે કે શું થયું બેન બોયફ્રેન્ડ જ છે ને પપ્પાને કે નવો અપાવી દેશે. તો વળી એક વ્યક્તિએ લખ્યું કે કેટલાક લોકોની આદત જ હોય છે દગો આપવો, શું કરી શકીએ આપણે?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App