મહિલા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા ત્રણ નરાધમો- હવસની ભૂખ મિટાવી નગ્ન હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધી

Published on: 4:23 pm, Sat, 6 August 22

સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી દુષ્કર્મની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો દુષ્કર્મમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા હવસખોરો પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. ત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મહારાષ્ટ્ર(Maharashtra)ના ભંડારા(Bhandara) જિલ્લામાં એક 35 વર્ષીય મહિલા પર ત્રણ પુરુષો દ્વારા કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેને રસ્તા પર જ છોડી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા શનિવારે આ માહિતી આપવામાં આવી હતી. કારધા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશ થોરાટે જણાવ્યું કે, પુલ પાસે એક મહિલા નગ્ન હાલતમાં પડી હોવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે વધુમાં કહ્યું, ‘મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી તેને વધુ સારવાર માટે નાગપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી. પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.

ગોંદિયાના પોલીસ અધિક્ષક (એસપી) વિશ્વ પાનસરેએ જણાવ્યું કે, આ મામલો ગોંદિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. અમે કેસ નોંધ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેઓ અમિત સરવે અને મોહમ્મદ અન્સારી છે. બંને આરોપીઓને 8 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અન્ય આરોપીને શોધી રહી છે અને આ સંબંધમાં ગોંદિયા જિલ્લાના ગોરેગાંવથી લાખણી સુધીના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

તે જ સમયે, મહારાષ્ટ્ર સરકારે ભંડારા જિલ્લાના ગોંદિયામાં ભયાનક સામૂહિક દુષ્કર્મ કેસની તપાસ કરવા માટે એક મહિલા IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જીવન સામે લડી રહેલી પીડિતા પર 3-4 લોકોએ ક્રૂરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું . હાલ મહિલાની નાગપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દરમિયાન, રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને વહેલી તકે પગલાં લેવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.