મૂળ સુરતના અને અમેરિકા ખાતે ઉદ્યોગ ચલાવતા ભાવેશ લાઠીયા (Bhavesh Lathiya USA) નું અમેરિકામાં સેન્ટરનાલ નામનું ડ્રગ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ એક સિન્થેટિક ડ્રગ છે. જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. સુરતની કેમિકલ કંપની સાથે જોડાયેલા રાખ્યા પર મેક્સિકોના કુખ્યાત સીનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ સિન્ડિકેટને ગેરકાયદે રીતે આ ડ્રગ્સ મોકલ્યું હતું.
હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનની ટીમએ ભાવેશ લાઠીયા(Bhavesh Lathiya) ની કંપનીઓએ જે રસાયણ એક્સપોર્ટ કર્યું હતું, તેની તપાસ બાદ તેની ધરપકડ કરી હતી. આ તમામ કાંડમાં ભાવેશ લાઠીયાનો હાથ હતો તેનો ખુલાસો થયો હતો. ભાવેશ લાઠીયાએ દવાઓની આડમાં ખતરનાક ડ્રગ્સ ની દાણચોરી કરવા ખોટા લેબલનો ઉપયોગ કર્યો હતો.
જૂન 2024માં તેની કંપનીએ કસ્ટમથી બચવા માટે વિટામીન સી સપ્લીમેન્ટ તરીકે ખોટા લેબલ મારી ન્યુયોર્ક એક પાર્સલ મોકલ્યું હતું. મહિનાઓ પછી 23 નવેમ્બર 2024 ના રોજ આવી જ એક અન્ય દવા નામ બદલી બીજા લેબલ ચિપકાવી મોકલી હતી. જેમાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલનો 20 કિલો જેટલો જથ્થો છુપાવીને મોકલ્યો હતો.
તપાસ એજન્સીઓને તપાસ કરતા મળી આવ્યું હતું કે આ પાર્સલ તેણે મેક્સિકોના ડ્રગ ડીલરને મોકલ્યું હતું. ફેન્ટાનાઈલએ એક હિરોઈન છે જે સામાન્ય હેરોઈન કરતાં 50 ઘણું વધારે અસરદાર છે. તે મોર્ફીન કરતાં સો ગણું વધારે શક્તિશાળી છે. અને એક ખૂબ જ ઘાતક ડ્રગ છે.
હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટીકેશન દ્વારા ખૂબ બારીકી ભર્યા સ્ટીંગ ઓપરેશન પછી ભાવેશ લાઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં આ ટીમે એક ડમી ગ્રાહક મોકલી તેની સાથે તમામ પ્રકારની લેવડદેવડ કરી હોય તેવા પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પુરાવા પ્રાપ્ત થયા બાદ ભાવેશ લાઠીયાની ધરપકડ કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App