મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એક ગામમાં અચાનક જમીન ફાટવાના કારણે ગ્રામજનો ગભરાઈ ગયા છે. ગામના જ એક ભાગમાં 1 ફૂટ પહોળી અને 200 મીટરથી વધુ લાંબી જમીન 2 ભાગમાં વહેચાઈ ગઈ છે. જમીન ફાટવાના કારણે આસપાસના લોકો ગભરાઈ ગયા છે અને વહીવટી તંત્રને જમીન ફાટવાના પાછળનું કારણ શોધવા વિનંતી કરી છે. જીલ્લા કલેકટરે જીવાજી યુનિવર્સિટીના ભૂગર્ભ શાસ્ત્રીઓને આ મામલાની તપાસ કરાવવા જણાવ્યું છે.
હકીકતમાં, શનિવારે ઇગરી બગુલારી ગામમાં અચાનક જમીન ફાટી હતી. જમીન ફાટવાની ખબર ગામના લોકોને ત્યારે ખબર પડી જયારે કેટલાક ભરવાડ તે તરફ ઢોર ચરાવવા માટે આવ્યા હતા.
થોડાક જ સમયમાં ગામ સહિત આસપાસના વિસ્તારમાં જમીન ફાટવાના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. ગામના કેટલાક યુવાનોએ ફાટેલી જમીનનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને વહીવટ તંત્રને મામલાની તપાસ કરાવવા માંગણી કરી હતી. જમીન ફાટવાના કારણે ગ્રામજનો ખૂબ ડરી ગયા છે. ગામના લોકોનું કહેવું છે કે, જો કોઈ પશુ કે નાનું બાળક ફાટેલી જમીન તરફ જાય તો અકસ્માત થઈ શકે છે.
આ કિસ્સામાં, ભિંડ કલેક્ટર સતિષકુમાર એસ કહે છે કે, તેણે તેનો વીડિયો જીવાજી યુનિવર્સિટીના ભૂગર્ભ શાસ્ત્રીઓને મોકલ્યો છે અને તેમને આ મામલાની તપાસ કરવા કહ્યું છે. કલેક્ટર જણાવે છે કે, ટૂંક સમયમાં એક ટીમ ગામમાં જઇને આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે. આમાં ગભરાવવાની કોઈ વાત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.