હાલમાં કોરોન વાઈરસના કારણે શાળા-કોલેજ બંધ છે. જેના કારણે પરીક્ષા પણ બંધ રાખવામાં આવી હતી. ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, આવતીકાલથી GTUની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સિટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટીની પરીક્ષા યોજાવાની છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, SP યુનિ અને ટિચર્સ યુનિવર્સિટીની પરીક્ષા લીધી છે. આવતીકાલથી GTUની પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા આપવાની તરફેણમાં 54 હજાર વિદ્યાર્થીઓએ મંતવ્યો આપ્યા છે. માત્ર 900 વિદ્યાર્થીઓએ કહ્યુ પરીક્ષા નથી આપવી. પરીક્ષા પહેલા તમામ વ્યવસ્થા કરી લેવાઈ છે.
પરીક્ષાના 3 વિકલ્પો આપવામાં આવ્યા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ કોલેજોની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે. આવતીકાલથી GTUની પરીક્ષા પણ શરૂ થશે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન સહિતના 3 વિકલ્પ છે. જેમાંથી વિદ્યાર્થીઓએ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.
તમામ યુનિવર્સીટીની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે
કોરોનાને લઈને પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થા કરાશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ તકલીફ નહી પડે. તાલુકામથક પર પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. આવતીકાલથી GTUની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સીટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે.
મળતી માહિતી પ્રમાણે આજે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોલેજોની પરીક્ષાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકારી તમામ કોલેજ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવામાં પર ચર્ચા કરી રહી છે. એસપી અને ટીચર્સ યુનિવર્સિટી સારી રીતે પરીક્ષા લીધી છે. જેથી આવતીકાલથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થાય છે. NSUIએ પત્ર લખી રાજ્યપાલને રજૂઆત કરી છે. GTU દ્વારા લેવાતી પરીક્ષાને લઇ રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી ભાવિક સોલંકીએ રાજ્યપાલને પત્ર લખ્યો છે. NSUIએ કહ્યું કે, સંક્રમણ થશે તો કુલપતિ સામે પોલીસ ફરિયાદ થશે. સમરસ હોસ્ટેલોમાં કોવિડ સેન્ટર છે તો વિદ્યાર્થીઓ ક્યાં રહશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news