શતાબ્દી મહોત્સવમાં હાજર રહ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- કહ્યું, પ્રમુખસ્વામી મહારાજના સાક્ષાત્ દર્શન…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)ના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)ના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત અને ભાવવિભોર થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે આ ‘ગુજરાત ગૌરવ દિન’ નિમિતે ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના વિજય રૂપાણી – પૂર્વ મુખ્યમંત્રી,  નીતિન પટેલ – પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – પૂર્વ કેબિનેટ મંત્રી, સૌરભ પટેલ – પૂર્વ રાજયકક્ષા મંત્રી, જવાહર ચાવડા – પૂર્વ રાજયકક્ષા મંત્રી ,પ્રદીપસિંહ જાડેજા – પૂર્વ ગૃહમંત્રી, સુરેન્દ્ર પટેલ – ખજાનચી , પરિંદુ ભગત(કાકુભાઈ), માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા – ઠાકોર સાહેબ , રાજકોટ, મહિપાલસિંઘ મકરાણા – રાષ્ટ્રીય પ્રમુખ , શ્રી રાજપૂત કરણી સેના, આર સી ફળદુ – વિધાયક – કાલાવડ, દીપકભાઈ દેસાઈ – પ્રમુખ – દાદા ભગવાન ફાઉન્ડેશન, નીતિન મુકેશ – વિખ્યાત પાર્શ્વ ગાયક, અનિલભાઈ મુકીમ – ચેરમેન , ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન ,ગુજરાત સરકાર, ઓમજી ઉપાધ્યાય – ડાયરેકટર , ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચ, શિશિર બજાજ – પ્રમોટર – બજાજ ગ્રુપ, સુનીલભાઈ ગાલા – મેનેજીંગ ડાયરેકટર , સીઈઓ, નવનીત એજ્યુકેશન ટ્રસ્ટ, ક્રિશ શંકર – ગ્રુપ હેડ , ઇન્ફોસિસ લિમિટેડ, જય યાજ્ઞિક – વાઇસ પ્રેસિડેન્ટ , ગૂગલ એ.આઈ અને જ્યપાદ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામીશ્રી જ્ઞાનાનંદજી મહારાજ હાજર રહ્યા હતા.

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બાપાને અંજલિ અર્પણ કરતા કહ્યું…
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજના સાક્ષાત્ દર્શન થાય છે તેવા મહંત સ્વામી મહારાજ છે. હું પ્રમુખસ્વામી મહારાજ સાથે 1980 થી સંકળાયેલો છું અને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1100 થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ આગળ ગુજરાત રાજ્યની કોઈ પણ સમસ્યા રજૂ કરીએ ત્યારે બીજા જ દિવસથી વિશ્વભરના તમામ મંદિરોમાં ધૂન અને પ્રાર્થના શરૂ કરવી દેતા. વિદેશોમાં પણ મંદિરોનું નિર્માણ કરીને ત્યાંના બાળકોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો જળવાઈ રહે તે માટે બાળ સભા અને રવિ સભા દ્વારા સતત પ્રયત્નશીલ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સમાજના વિકાસ માટે ચિંતિત રહ્યા છે અને સમાજના ઉદ્ધાર માટે સતત તેઓએ સતત પુરુષાર્થ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજને તેમના કાર્યો અને યોગદાન માટે હું યુગપુરુષ અને ધર્મપુરુષ માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *