કાળજું કંપાવતો ‘સ્ટંટ’ વિડીયો- આંખના પલકારામાં ઉભા પહાડ પરથી નીચે આવ્યો સાઈકલ ચાલક

તમે ઈન્ટરનેટ(Internet) પર ઘણા ડરામણા વીડિયો(Video) જોયા હશે, પરંતુ આજે અમે તમને તે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોયા બાદ તમે આશ્ચર્યચકિત થઇ જશો.…

તમે ઈન્ટરનેટ(Internet) પર ઘણા ડરામણા વીડિયો(Video) જોયા હશે, પરંતુ આજે અમે તમને તે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોયા બાદ તમે આશ્ચર્યચકિત થઇ જશો. વીડિયોમાં એક વ્યક્તિ ઢાળવાળી ટેકરી પર સાઈકલ સાથે સ્ટંટ કરતો જોવા મળે છે. આ ચોંકાવનારો વીડિયો જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયોમાં તે વ્યક્તિ સાઇકલને ઢાળવાળી ટેકરી પરથી નીચે લાવતો જોવા મળે છે.

એક માણસ ખતરનાક ટેકરી પર સાયકલ ચલાવતો જોવા મળે છે: 
આ વિડિયો જોવા માટે તમારી પાસે મોટો જીગરો હોવો જોઈએ. કારણ કે વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો ચીસો પાડી રહ્યા છે. આ ખતરનાક વીડિયો જોઈને એવું લાગે છે કે જો થોડી પણ ભૂલ થઈ ગઈ હોત તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. હાલમાં, વીડિયો શેર કરતી વખતે, યુઝરે નેટીઝન્સને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘શું તમારામાં એટલી હિંમત છે?’ આ વીડિયો ઉટાહના મોઆબની એક પહાડીનો જણાવવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by EARTH FOCUS (@earthfocus)

વીડિયોમાં એક ઉંચી ટેકરી દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે ટેકરીની બાજુમાં એક સાયકલ સવાર ખૂબ જ ચોંકાવનારું દૃશ્ય બતાવે છે. તે તેની સાઇકલને ટેકરીના ઢોળાવ પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે. વીડિયો જોઈને લાગશે કે વ્યક્તિ પોતાની સાઈકલ લઈને સીધો નીચે પડી જશે. જો કે, આવું કંઈ થતું નથી અને વ્યક્તિ ખૂબ જ આરામથી સાયકલ ચલાવીને ઢાળવાળી ટેકરી પરથી નીચે આવે છે.

વીડિયો ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ખળભળાટ: 
આ આશ્ચર્યજનક વિડિયો અર્થફોકસ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વિડિયો કિલિયન બ્રોન દ્વારા મોઆબ, ઉટાહમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડિયો એટલો જબરદસ્ત છે કે તેના શેર થયા બાદથી સોશિયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ચોકી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *