દુબઈમાં ભારતીય પ્રવાસીઓને મોટો ઝટકો, પૈસા લઈને ભાગી ગઈ કંપની ઘણા લોકોની કમાણી અને પગાર ડૂબ્યા

Dubai Gulf First Commercial Brokers disappeared: દુબઈની એક બ્રોકરેજ કંપની ‘ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સ’ અચાનક ગાયબ થઈ ગઈ છે. કંપનીની ઓફિસો ખાલી પડી છે અને રોકાણકારો ધક્કા ખાઈ રહ્યા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, કંપની પહેલા બિઝનેસ  (Dubai Gulf First Commercial Brokers disappeared) બે વિસ્તારમાં કેપિટલ ગોલ્ડન ટાવરના ત્રીજા માળે કાર્યરત હતી. પરંતુ હવે ત્યાં કોઈ સ્ટાફ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી. ઓફિસમાંથી ફક્ત એક કૂચડો, એક ડોલ અને એક કાળી કચરાપેટી મળી આવી છે.

ઉતાવળમાં ઓફિસ ખાલી કરવામાં આવી હતી
સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે કંપનીના લોકોએ ચાવીઓ પરત કરી દીધી અને બધું સાફ કરી દીધું અને અચાનક ઓફિસ છોડી દીધી. ગયા મહિના સુધી, અહીં 40 થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા જેઓ ફોરેક્સ ટ્રેડિંગને પ્રોત્સાહન આપતા હતા.

ભારતીય રોકાણકારો છેતરાયા
કેરળના બે ભારતીય પ્રવાસીઓ – મોહમ્મદ અને ફયાઝ પોયલ – એ આ કંપનીમાં $75,000 (આશરે ₹62 લાખ)નું રોકાણ કર્યું હતું. ફયાઝે કહ્યું, “પહેલા રિલેશનશિપ મેનેજરે અમને થોડી રકમનું રોકાણ કરવા કહ્યું, પછી ધીમે ધીમે તેમણે અમને વધુ પૈસા રોકાણ કરવા દબાણ કર્યું. પરંતુ અચાનક બધું ગાયબ થઈ ગયું.”

બીજા એક પીડિતે કહ્યું કે તેને $2.3 લાખ ડોલર (₹1.9 કરોડ) નું નુકસાન થયું છે. આ મેનેજર તેની સાથે તેની પોતાની ભાષા ‘કન્નડ’માં વાત કરતો હતો જેનાથી વિશ્વાસ વધતો હતો.

આ ખેલ  સિગ્મા-વનના નામે ચાલી રહ્યો હતો
રોકાણકારોનો આરોપ છે કે ગલ્ફ ફર્સ્ટે સિગ્મા-વન કેપિટલ નામના પ્લેટફોર્મ દ્વારા રોકાણ કર્યું હતું, જે દુબઈમાં કોઈપણ નિયમનકારી સંસ્થા દ્વારા લાઇસન્સ પ્રાપ્ત નથી. મોહમ્મદ નામના એક રોકાણકારે કહ્યું, “કર્મચારીઓએ બંને નામોનો ઉપયોગ એક જ રીતે કર્યો. અમને લાગ્યું કે બંને એક જ કંપની છે.”

પોલીસ તપાસ શરૂ, કેસ નોંધાયો
દુબઈ પોલીસે પુષ્ટિ આપી છે કે ગલ્ફ ફર્સ્ટ અને સિગ્મા-વન બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. દુબઈ ફાઇનાન્શિયલ સર્વિસિસ ઓથોરિટી (DFSA) અને સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટીઝ ઓથોરિટી (SCA) એ સ્પષ્ટતા કરી છે કે સિગ્મા-વનને કોઈ લાઇસન્સ મળ્યું નથી.