ગુજરાત સરકારનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય: 7000 કાયમી શિક્ષકોની થશે ભરતી

Gujarat Teachers Permanent Recruitment: ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પાસ કરનારા 7,500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં(Gujarat Teachers Permanent Recruitment) ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં 7,500 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષકો માટે એક મોટો નિર્યણ લેવાયો છે. આ બેઠકમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

આગળ જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે.  જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

UGC-NET 2024 ની પરીક્ષા રદ
તે જ સમયે, UGC-NET પરીક્ષાને લઈને મોટો નિર્ણય આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે UGC-NET 2024ની પરીક્ષા રદ કરી છે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે અને ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. પરીક્ષામાં ગેરરીતિનો મામલો સીબીઆઈને સોંપવામાં આવશે.

યુજીસી નેટની પરીક્ષા 18મી જૂને જ લેવામાં આવી હતી
યુજીસી-નેટની પરીક્ષા 18 જૂને જ લેવામાં આવી હતી. પરંતુ તેમાં ગેરરીતિની ફરિયાદો બાદ શિક્ષણ મંત્રાલયે તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો. કેસ સીબીઆઈમાં ગયા બાદ આ ગેરરીતિઓ સાથે જોડાયેલી મહત્વની માહિતી સામે આવી શકે છે.

કેટલા લોકોએ પરીક્ષા આપી?
આ પરીક્ષામાં 11 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષા 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. તેમાં કુલ 11,21,225 ઉમેદવારો બેઠા હતા.