ખેડૂતો માટે ખુશીના સમાચાર: રાજ્ય સરકારે જાહેર કર્યું કૃષિ રાહત પેકેજ- હેક્ટર દીઠ 25,000 ની મળશે સહાય

Agriculture Relief Package News: ગુજરાતમાં હાલમાં પડેલા વરસાદ પછી ખેડુતોને કૃષિપાકમાં ભારે નુકશાન થયું હતું. આ તરફ હવે તેમના માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકારે કૃષિ રાહત(Agriculture Relief Package News) પેકેજ જાહેર કર્યું છે. મળતી માહિતી અનુસાર ભરૂચ, નર્મદા અને વડોદરા માટે SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે.

રાજ્ય સરકાર અનુસાર કૃષિ રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. માહિતી અનુસાર વરસાદને કારણે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ રાજ્ય ખેડુતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. જોકે હવે રાજ્ય સરકારે આજે કૃષિ સહાય જાહેર કરી છે. જે અનુસાર 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરમાં સહાય મળશે. આ સાથે બાગાયતી પાકોમાં મહત્તમ 1.25 લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

સર્વે શરૂ બાદમાં ચૂકવાશે સહાય
અને હવે સરકારે સર્વે શરૂ કર્યો છે ત્યાર પછી સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર SDRFના હેક્ટરદીઠ રૂ.8500 વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અને રૂ.17 થી રૂ.25 હજારની વધારાની સહાય ચૂકવામાં આવશે. જેને માટે હવે ખેડુતોએ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ તરફ નર્મદાના પાણીથી બાગાયતી પાકને નુકસાન પણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *