સુરતીલાલાઓ માટે ખુશીના સમાચાર: દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે આ તારીખથી શરુ થશે

ગુજરાત(Gujarat): દેશની જનતા માટે બુલેટ ટ્રેન(Bullet train)નું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન…

ગુજરાત(Gujarat): દેશની જનતા માટે બુલેટ ટ્રેન(Bullet train)નું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં દોડતી જોવા મળશે અને તેના માટે તેના રૂટની તમામ કામગીરીને પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવતા કહ્યું છે કે, દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project) ઝડપથી પૂર્ણ થઇ જાય અને ઝડપથી ટ્રેન દોડતી થાય તે માટે સરકાર સતત કોશિશ કરી રહી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી આ મહત્વની જાહેરાત:
કેન્દ્રીય રેલવે મંત્રી(Union Railway Minister) અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav) સુરત શહેરના પ્રવાસે આવ્યા હતા અને મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વિશે મોટું અને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવતા કહ્યું છે કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરત(Surat)થી પ્રારંભ કરવામાં આવશે. સુરતથી બિલીમોરા(Billimora)ની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં સંપૂર્ણ શરૂ થઈ જશે. હાલમાં સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ખુબ જ ઝડપી ગતિથી કાર્ય થઈ રહ્યું છે. દર મહિને બુલેટ ટ્રેન માટેના 50 જેટલા પિલર ઉભા કરી દેવામાં આવશે.

આ ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ મામલે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવતા કહ્યું હતું કે, આજદિન સુધી આપણે વિદેશી ટેકનોલોજી ઉપયોગ કરતા આવ્યા હતા અને આપણા એન્જીનિયર્સ વિદેશી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. પરંતુ હવે 4G અને 5G ટેકનોલોજી દેશમાં જ વિકસાવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં 4G નું કામ ખતમ થઈ ગયું છે અને 5Gના પ્રિલિમનરી ટેસ્ટ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઈ છે.

સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવાશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન:
અમે તમને જણાવી દઈએ કે, પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી અંદાજે પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે હજુ મહારાષ્ટ્રમા આ કામગીરી ખૂબ ધીમી ગતિએ થઇ રહી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડતી થઇ જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવતા કહ્યું છે કે, દેશમાં પ્રથમ વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક મુશ્કેલીઓ નડી છે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપી ગતિએ થઇ રહ્યું છે કાર્ય:
મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રારંભ સુરતથી થશે, જે સુરત માટે ગૌરવની ક્ષણ બની રહેશે. હાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ખુબ્ જ ઝડપી ગતિથી કાર્ય થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *