બિહાર (Bihar)ના સમસ્તીપુર(Samastipur) જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. મામલો વિદ્યાપતિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર (Vidyapatinagar police station area)ના મૌ ધનેશપુર દક્ષિણ ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય મનોજ ઝા, 38 વર્ષીય સુંદર મણિ, 65 વર્ષીય સીતા દેવી, 10 વર્ષીય સત્યમ અને 7 વર્ષીય શિવમ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ મનોજ આ ઘરમાં પત્ની સુંદર મણિ, માતા સીતા દેવી અને બાળકો સત્યમ અને શિવમ સાથે રહેતો હતો. મનોજને બે દીકરીઓ પણ છે, જેમાંથી એક દીકરી નિભા તેના પતિ સાથે માવતરે આવી હતી. નિભાએ જણાવ્યું કે તે અને તેનો પતિ બીજા રૂમમાં સુતા હતા. સવારે જ્યારે તે જાગ્યો તો તેણે જોયું કે બાજુનો ઓરડો ખુલ્લો હતો અને ઘરના પાંચ લોકોના મૃતદેહ ફાંસીથી લટકેલા હતા.
મૃતદેહ જોઈને તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું, જેને સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા. તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પાંચેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ભારે મુશ્કેલીથી ભીડને દૂર કરી હતી.
દેવાનો મામલો સામે આવ્યો:
સમસ્તીપુરના એસપી હૃદયકાંતે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. મૃતકે લોન લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મનોજે દીકરીના લગ્ન માટે પણ આ લોકો પાસેથી લોન લીધી હતી. પરિવાર પર દેવાનું દબાણ હતું, જેનાથી તેઓ ખૂબ પરેશાન હતા. પડોશીઓએ એમ પણ જણાવ્યું કે પરિવાર આર્થિક તંગીના કારણે પરેશાન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.