બિહાર(મોતિહારી): તાજેતરમાં બિહારમાં સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર બિહારમાં જળબંબાકાર થઈ ગયો છે. વરસાદ બાદ હવે પૂરનું રૌદ્ર સ્વરુપ દેખાવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યના અલગ-અલગ સ્થળોથી ઘણી તસ્વીરો સામે આવી રહી છે. જેને જોયા બાદ રૂંવાડા ઊભા થઈ જાય છે. મોતિહારીમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું જેમાં થોડીક જ સેકન્ડોમાં પાણીના તેજ વહેણમાં બાઇક પર સવાર બે લોકો તણાઈ ગયા.
આ દરમિયાન સ્થાનિક લોકોની કોઠાસૂઝ દર્શાવતા તણાઈ રહેલા બે લોકોને બચાવવાનું અભિયાન હાથ ધર્યું હોવાનું સામે આવ્યુ છે. આ બંને બાઇક સવારો તણાઈને જઈ રહ્યા હતા ત્યાં વાંસની બનાવેલી સીડી લગાવી દીધી. જેને પકડીને બંનેએ પોતાનો જીવ બચાવ્યો હતો. થોડા સમય બાદ બંને વ્યક્તિ આ સીડીના સહારે પુલ ઉપર આવી ગયા. આ રીતે દેશી જુગાડના કારણે બંને બાઇક સવારનો જીવ બચી શક્યો.
View this post on Instagram
આ ઘટના નજરે જોનારા અને સ્થાનિક સમાજસેવી સૈયદ તનવીર હસને જણાવ્યું કે, બાઇક સવાર બંને લોકોના નામ વિનોદ કુમાર અને કિશોર કુમાર છે. આ બંને મોતિહારી શહેરના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે અને પોતાના પડોશી કાકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મોટર સાઇકલ પર સવાર થઈને બરનાવા ઘાટ જઈ રહ્યા હતા.
બીજી બાજુ, સ્થાનિક લોકો દ્વારા ઘટનાનું કારણ ડાયવર્ઝન પુલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાંથી બંને બાઇક સવાર જઈ રહ્યા હતા. ડાયવર્ઝન પુલની ઊંચાઈ નવા બની રેલા પુલથી ઘણી નીચી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પૂર જેવી સ્થિતમાં તેના પર પાણીનો તેજ પ્રવાહ હોય છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે પણ પૂરના સમયે આ ડાયવર્ઝન પુલ પર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.