હાલમાં પોલીસની ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પિતાને તેની દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ જવાની ફરજ પડી હતી. જાણવા મળ્યું છે કે, પોલીસ કોહવાય ગયેલી લાશ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકી ન હતી. જે બાદમાં પિતા એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેના દીકરાની લાશ સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. આ ઉપરાંત પિતા પુત્રનો મૃતદેહ ભરીને જઈ રહ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી છે.
આ અંગે રાજ્યના પોલીસ હેડક્વાર્ટર તરફથી બે જૂનિયર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસની તપાસ ડીએસપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી હતી. પોલીસે મદદ ન કરતા પિતાએ તેના પુત્રની લાશ થેલામાં ભરીને જાતે જ હૉસ્પિટલ લઈ જવી પડી હતી.
આ ઘટના અંગે જણાવીએ તો લેરુ યાદવ નામનો વ્યક્તિ 26મી ફેબ્રુઆરીના રોજ પોતાના 13 વર્ષના દીકરા સાથે એક નાની બોટમાં ગંગા નદી પાર કરી રહ્યો હતો. બોટ નદીની વચ્ચે પહોંચી હતી ત્યારે લેરુનો દીકરો બોટમાંથી નીચે પડી ગયો હતો અને પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારબાદ લેરુએ કલાકો સુધી પોતાના દીકરાની શોધખોળ કરી હતી. ત્યારબાદ આ અંગે લેરુએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને લેરુને નદીના નીચાણવાળા વિસ્તારમાં દીકરાની શોધખોળ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખેરિયા ઘાટ ખાતેથી કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે કુરસેલા પોલીસ સ્ટેશને ગોપાલપુર પોલીસને જાણ કરી હતી. લેરુએ શર્ટના આધારે લાશ તેના દીકરાની જ હોવાની ઓળખ કરી હતી. જોકે, મળી આવેલી લાશ ખૂબ કોહવાયેલી હાલતમાં હતી તેથી તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.
લેરુની મુશ્કેલી અહીંથી જ શરૂ થઈ હતી. તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લેરુને તેના દીકરાની લાશને હૉસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનું કહ્યું હતું. લેરુને આવી સૂચના આપ્યા બાદ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાંથી જતાં રહ્યા હતાં.
જોકે, મજબૂર પિતાને અન્ય કોઈ વિકલ્પ ન મળતા એક પ્લાસ્ટિકની થેલીમાં દીકરાની લાશને પેક કરી હતી અને રોડ પર ચાલવા લાગ્યો હતો. જોકે, લાશમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી અમુક લોકોએ લેરુને અટકાવ્યો હતો અને આ અંગે પૂછપરછ કરી હતી. આ સાથે જ લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હેડક્વાર્ટર તરફથી તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રવિવારે બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સસ્પેન્શન આદેશ સાથે કહેવામાં આવ્યું છે કે, ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle