પતિ સાથે ફોન પર વાત કરતા કરતા જ પત્નીએ કરી લીધો આપઘાત, ઘરે આવીને જોયું તો લોહી લુહાણ હાલતમાં…

હાલમાં બિહાર રાજ્યના દરભંગામાંથી એક પરિણીત મહિલાની આત્મહત્યાની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીં કુમારી વિશાખા નામની મહિલાએ પોતાના બેડરૂમમાં ફોન પર…

હાલમાં બિહાર રાજ્યના દરભંગામાંથી એક પરિણીત મહિલાની આત્મહત્યાની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીં કુમારી વિશાખા નામની મહિલાએ પોતાના બેડરૂમમાં ફોન પર વાત કરતા કરતાં જ આપઘાત કરી લીધો છે. આત્મહત્યાની આ કરૂણ ઘટનાએ હોબાળો મચાવ્યો છે. મહિલા પાસેથી એક સ્કેચ પણ મળી આવ્યો છે. જેમાં લોહીથી ‘I Love You’ લખેલું છે. તેના કાનમાં ઈયરફોન લગાડેલા હતા. આમ એવી પ્રતિતી થઈ રહી છે કે મહિલાએ ચાલુ ફોને વાત કરતા કરતા જ આત્મહત્યા કરી લીધી છે.

જાણવા મળ્યું છે કે, બિહારના દરભંગામાં શનિવારે ભાડાના મકાનમાં રહેતી મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ મૃતક મહિલાનું નામ કુમારી વિશાખા ઉર્ફે નિધિ હતું. નિધિ 29 વર્ષની અને પરિણીત મહિલા હતી. તેણે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી છે.

મળતી માહિતી મુજબ, ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં નિધિના રિતેશ દત્ત નામના વ્યક્તિ સાથે પટનામાં લગ્ન થયા હતા. રિતેશ ખાનગી કંપનીમાં કાર્યરત છે. જિલ્લા પ્રોગ્રામ અધિકારી વિશાખા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં નોકરી કરતી હતી. માતા સતત તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ વિશાખા ફોન ઉપાડી રહી નહોતી તેથી તેમને કઈક થયું હોવાની શંકા ગઈ હતી.

આ દરમિયાન વિશાખાની સહકર્મી તેના ઘરે પહોચી હતી ત્યારે તેનો ઘરનો દરવાજો બંધ હતો. ત્યારબાદ તેમણે દરવાજો ખોલી અને ઘરમાં જવાની કોશિષ કરી હતી. અવાજ આપવા છતાં જયારે અંદરથી કોઈએ દરવાજો ન ખોલ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જયારે દરવાજો ખોલ્યો તો વિશાખા ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં જોવા મળી હતી.

વિશાખાના બેડ પરથી ઓશિકાના સહારે એક સ્કેચ તૈયાર કરેલો હતો અને તેમાં લોહીથી ‘આઈ લવ યુ’ લખેલું હતું. તેના ઈયરફોન કાન પર લટકી રહ્યા હતા. જેથી તેણે આત્મહત્યા કરતાં સમયે અથવા આત્મહત્યા કરતા કરતાં ફોન પર વાત કરી હોય તેવી પણ આશંકા લગાવવામાં આવી રહી છે. વિશાખાની સહકર્મી પુષ્પેશે જણાવ્યું કે, તે ક્યારેય ઉદાસ નહોતી રહેતી. તે હંમેશા ખુશ રહેનારી વ્યક્તિ હતી. તે દરભંગા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં 2 વર્ષથી કાર્યરત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *