બિહાર(ભારત): ચંડી પોલીસ સ્ટેશનના જૈતીપુર ગામમાં કોચિંગ સંચાલકને મારવાનો બનાવ સામે આવ્યો છે. કોચિંગ સંચાલકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. મારનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બદમાશો દ્વારા એક યુવકને પીપળાના ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યો છે. જ્યારે બીજાને જમીન પર સુવડાવીને માર મારવામાં આવ્યો છે. પોલીસને બનાવની જાણ થતા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, કેટલાક લોકોએ જૈતીપુર ગામ પાસે કોચિંગ સંચાલક અને તેમના સહિયોગીને માર મારવામાં આવ્યો હતો. થરથરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દ્વારિકા બીઘા નિવાસી મનીષ કુમાર કોચિંગના સંચાલક છે. તેઓ ચન્ડીના જૈતીપુરમાં કોચિંગ સંચાલન કરે છે. આ કોચિંગ અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની કોઈ યુવક સાથે થોડા દિવસ પેહલા ફરાર થઈ હતી. આરોપ લગાવવામાં આવે છે કે, કોચિંગ સંચાલકનો યુવતીને ભગાડવામાં હાથ છે. જેના કારણે મનિષ કુમારને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.
જ્યારે જમીન ઉપર પટકીને તેમના સાથીદાર પ્રમોદ કુમારને માર માર્યો હતો. સમગ્ર ઘટના ચંડી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રિતુરાજે કહ્યું કે, મનીષ કુમારે 6 લોકો ઉપર નામજોગ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ત્યારબાદ કાર્યવાહી શરુ કરી છે. વિદ્યાર્થિનીના પરિવારે કોચિંગ સંચાલક મનીષ કુમાર અને તેના સહિયોગી વિરુધ ચંડી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીને ભગાડવાનો આરોપ લગાવ્યો છે. આરોપીઓને પકડવા માટે છાપામારી ચાલું છે. બધા આરોપીઓને થોડાક સમયમાં જેલના સળિયા પાછલ ધકેલી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.