Bihar Sex Racket: અવારનવાર સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના મળી આવે છે. ગેરકાયદેસર(Illegal) રીતે ચાલતા કૂટણખાના પર પોલીસ અથવા તો ક્રાઇમબ્રાન્ચ(Crime Branch) રેડ પાડતી હોય છે અને સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરતી હોય છે. જોવા જઈએ તો આ પ્રકારના કૂટણખાનામાં બહારના દેશની મહિલાને દેહવ્યાપાર(Prostitution) માટે અહિયાં બોલાવવામાં આવે છે. ત્યારે આવું જ એક કૂટણખાનું બિહારમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે.(Bihar Sex Racket)
ત્યારે હાલમાં બિહારના અરરિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે આંતર રાજ્ય સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનામાંથી બે યુવતીઓ સાથે એક યુવકની ધરપકડ કરી છે. હોટલ સંચાલકની ધરપકડ કરવાની સાથે જ જગ્યાને સીલ કરી દેવામાં આવી છે. પોલીસ હવે અન્ય રાજ્યોને જોડવા માટે કેસની તપાસ કરી રહી છે.
બે યુવતી સહિત ચાર ઝડપાયા
મળતી માહિતી મુજબ, અરરિયાના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોટી સોતી હોટલ આવેલી છે. અહીં સોમવારે મોડી રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે છોકરા અને છોકરીને હોટલના રૂમમાંથી વાંધાજનક સ્થિતિમાં પકડ્યા હતા. બીજા રૂમમાં એક છોકરી બેઠી હતી. આટલું જ નહીં સાહબીર નામનો વ્યક્તિ હોટલના કાઉન્ટર પર બેઠો હતો. પોલીસે તમામને કસ્ટડીમાં લીધા હતા.
અરરિયાના SP અશોક કુમારે જણાવ્યું કે, સદર એસડીપીઓ રામપુકર સિંહ અને નગર પોલીસ સ્ટેશને આ કાર્યવાહી કરી છે. પોલીસને હોટલમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાની બાતમી મળી હતી. તેના આધારે એક ટીમ તૈયાર કરીને મોકલવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓને આસામથી દેહવ્યાપાર માટે લાવવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મામલાની તળિયા સુધી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ અરરિયામાં પોલીસની કાર્યવાહી બાદ તમામ હોટલ સંચાલકોમાં ફફડાટનો માહોલ છે. પોલીસને શંકા છે કે જિલ્લા કે રાજ્યમાં અન્ય સ્થળોએ પણ સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના આચરવામાં આવતા હોવાની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube