કામચલાઉ સૈન્યની ભરતીના મોદી સરકારના નિર્ણયનો હિંસક વિરોધ- જાણો ક્યા સળગી ટ્રેન અને કરાઈ તોડફોડ

કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ યોજના’ (Agneepath Yojana) ને લઈને દેશભરમાં હંગામો શરૂ થઈ ગયો છે. આનો સૌથી વધુ વિરોધ હાલ બિહાર (Bihar) માં થઈ રહ્યો છે. બિહારમાં આજે બીજો દિવસ છે જ્યારે આ યોજનાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. બુધવારે અનેક વિસ્તારોમાં આગચંપી અને પથ્થરમારાના અહેવાલો પણ મળ્યા હતા. બક્સર અને બેગુસરાયથી લઈને મુઝફ્ફરનગર સુધી યુવાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

શું કામ થઇ રહ્યો છે વિરોધ?
બિહારમાં જે યુવકો અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે તે દરેક યુવકો સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા છે. યુવાનોનું કહેવું છે કે તેઓ શારીરિક અને મેડિકલ ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે, પરંતુ બે વર્ષથી સેનામાં ભરતી નથી કરી રહ્યા, જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે.

બિહારના જહાનાબાદ જિલ્લામાં આજે સવારથી જ હંગામો શરૂ થઈ ગયો છે. કેટલાક યુવાનોએ રસ્તા પર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. તે જ સમયે, બક્સરમાં, યુવાનો રેલ્વે સ્ટેશન પર હંગામો મચાવી રહ્યા છે. આજે સવારથી સેંકડો યુવાનો ટ્રેકની સામે ઉભા છે. ગઈકાલે પણ બક્સરમાં 100થી વધુ યુવાનોએ પાટા પર બેસીને ધરણા કર્યા હતા, જેના કારણે અડધા કલાક સુધી જન શતાબ્દી એક્સપ્રેસ સમયમાં પ્રભાવિત થઈ હતી.

સ્થાનિક મીડિયાએ દાવો કર્યો હતો કે બક્સરમાં પાટલીપુત્ર એક્સપ્રેસ પર યુવકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, આરપીએફ ઈન્સ્પેક્ટર દીપક કુમાર અને જીઆરપી એસએચઓ રામાશીષ પ્રસાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ‘આવું કંઈ થયું નથી.’ મુઝફ્ફરનગરમાં સૈન્યમાં સામેલ થવાની તૈયારી કરી રહેલા યુવાનોએ ચક્કર મેદાન પાસે ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. બેગુસરાયમાં પણ ઉમેદવારોએ મહાદેવ ચોકમાં પ્રદર્શન કર્યું અને અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ કરી.

અગ્નિપથ યોજના શું છે?
– અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે. આ માટે વય મર્યાદા 17.5 થી 21 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે. આ વર્ષે 46 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે.
– આ યોજના હેઠળ ત્રણેય સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. તેઓ ‘અગ્નવીર’ કહેવાશે. સેનામાં વધુમાં વધુ 40 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે

– અગ્નિવીરોને દર મહિને 30 હજાર રૂપિયાનો પગાર મળશે. આ પગાર દર વર્ષે વધશે અને ચોથા વર્ષે પગાર 40 હજાર રૂપિયા પ્રતિ માસ થશે.
– આ સિવાય અગ્નિવીરોને 48 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. સેવા દરમિયાન શહીદ અથવા અપંગતાના કિસ્સામાં, 44 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.
– ચાર વર્ષની સેવા પૂરી થયા બાદ 25% યુવાનો સેનામાં ચાલુ રહેશે. તેમને વધુ 15 વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક મળશે. આ દરમિયાન, દળોના કાયદા અને શરતો તેમના પર લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *